27 વર્ષ બાદ ભારતમાં યોજાશે મિસ વર્લ્ડ 2023: આ 130 દેશોની સુંદરીઓ લેશે ભાગ

09 June, 2023 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વખતે દેશને મિસ વર્લ્ડ 2023 (Miss World 2023 Final To Be Held In India) ફાઇનલનું હોસ્ટિંગ મળ્યું છે, જેની સત્તાવાર જાહેરાત 8મી જૂને દિલ્હી (Delhi)માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી

ફાઇલ તસવીર

27 વર્ષ બાદ ભારત ફરી એકવાર વિશ્વની સૌથી સુંદર મહિલાઓને એકસાથે આવતા અને મિસ વર્લ્ડ (Miss World)ના તાજ માટે એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. આ વખતે દેશને મિસ વર્લ્ડ 2023 (Miss World 2023 Final To Be Held In India) ફાઇનલનું હોસ્ટિંગ મળ્યું છે, જેની સત્તાવાર જાહેરાત 8મી જૂને દિલ્હી (Delhi)માં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.

મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન (Miss World Organization)ના ચેરપર્સન અને સીઈઓ, જુલિયા મોર્લેએ ભારતને સત્તાવાર હોસ્ટિંગ અધિકારો સોંપતા કહ્યું હતું કે, “મને આ જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે કે 71મી મિસ વર્લ્ડ ફાઈનલ ભારતમાં યોજાશે.”

તેમણે ઉમેર્યું કે, “હું લગભગ 30 વર્ષ પહેલાં આ દેશમાં પહેલીવાર આવી હતી અને ત્યારથી ભારત મારા હૃદયમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. હું દેશની અનન્ય અને વૈવિધ્યસભર સંસ્કૃતિ, વિશ્વ-વર્ગના આકર્ષણો અને આકર્ષક સ્થળોને વિશ્વ સાથે શેર કરવા માટે ઉત્સાહિત છું.” મિસ વર્લ્ડ લિમિટેડ અને પીએમઈ એન્ટરટેઈનમેન્ટ મિસ વર્લ્ડ ફેસ્ટિવલને અદ્ભુત બનાવવા માટે સાથે મળીને કામ કરશે. આ ફેસ્ટિવલમાં અનેક દેશોની સુંદરીઓ ભાગ લેશે અને સ્પર્ધા કરશે.

પેજન્ટ સાથે સંબંધિત અન્ય માહિતી શેર કરતાં મોર્લેએ જણાવ્યું હતું કે, “71મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરતી 130 રાષ્ટ્રીય ચેમ્પિયન ભારત આવશે. તે બધા એક મહિના સુધી અહીં રહેશે. આ દેશની અદ્ભુત અને વૈવિધ્યસભર સંસ્કૃતિનો અનુભવ કરતી વખતે સહભાગીઓ તેમની દયા, સમજણ અને અનન્ય પ્રતિભા પ્રદર્શિત કરશે.

ફિનાલે ક્યારે થશે?

ANI અનુસાર, આ સ્પર્ધાની ફાઇનલ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં યોજાશે. આ પહેલાં 130 દેશોના પાર્ટિસિપન્ટ્સ પેજન્ટ સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આમાં અલગ-અલગ રાઉન્ડ પણ થશે, જે લગભગ એક મહિના સુધી ચાલશે.

આ રેકૉર્ડ ભારતના નામે

લગભગ 27 વર્ષ બાદ ભારત ફરી એકવાર મિસ વર્લ્ડ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન કરશે. બસ, આટલું જ નહીં, પરંતુ દેશને આ સ્પર્ધા વિશે ગર્વ અનુભવવાનું બીજું કારણ છે. ભારત એવો દેશ છે જેણે અત્યાર સુધીમાં છ મિસ વર્લ્ડના તાજ જીત્યા છે.

આ પણ વાંચો: નિર્મલા સિતારમણના જમાઈ પ્રતીક દોશી છે નરેન્દ્ર મોદીના ‘આંખ અને કાન’

અત્યાર સુધીની ભારતીય મિસ વર્લ્ડ વિજેતાઓનાં નામ

1966- રીટા ફારિયા

1994- ઐશ્વર્યા રાય

1997- ડાયના હેડન

1999- યુક્તા મુખે

2000- પ્રિયંકા ચોપરા

2017- માનુષી છિલ્લર

india manushi chhillar national news international news