Miss India 2022: કોણ છે મિસ ઇન્ડિયા 2022 વિનર સિની શેટ્ટી, જાણો તેના વિશે વિગતે

04 July, 2022 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઇન્ડિયા 2022 ફર્સ્ટ રનર-અપ બની, અને ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ ફેમિના મિસ ઇન્ડિયા 2022 સેકેન્ડ રનર-અપ બની.

સિની શેટ્ટી (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ)

કર્ણાટકની સિની શેટ્ટીની વર્ષ 2022ની મિસ ઇન્ડિયા તરીકે પસંદગી કરવામાં આવી છે. તો, મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020 મનસા વારણસીએ સિનીને મિસ ઇન્ડિયાનો તાજ પહેરાવ્યો. 21 વર્ષીય સની જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટરમાં થયેલા કાર્યક્રમ દરમિયાન આ ખિતાબની વિજેતા બની. આ સિવાય, રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઇન્ડિયા 2022 ફર્સ્ટ રનર-અપ બની, અને ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ ફેમિના મિસ ઇન્ડિયા 2022 સેકેન્ડ રનર-અપ બની.

કોણ છે સિની શેટ્ટી?
સિનીનો જન્મ મુંબઈમાં થયો, પણ તે મૂળ કર્ણાટકની રહેવાસી છે અને આ માટે તેમણે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2022 પેજેંટ દરમિયાન કર્ણાટક રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. આ 21 વર્ષની બ્યૂટી ક્વીન પાસે અકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતકની ડિગ્રી છે. તે હાલ CFA (ચાર્ટર્ડ નાણાંકીય વિશ્લેષક) બનવા માટે ભણે છે. આ સિવાય, તે એક માર્કેટિંગ કંપનીમાં પણ કામ કરી ચૂકી છે.

ભણવામાં હોંશિયાર શિની શેટ્ટીને નૃત્યનો પણ શોખ છે. તેણે 4 વર્ષની ઉંમરથી ક્લાસિકલ ડાન્સ શીખવાનું શરૂ કર્યું. માત્ર 14 વર્ષની ઉંમરમાં સિનીએ ભરતનાટ્યમમાં પોતાનું અરંગત્રમ પૂરું કર્યું.

પોતાના જીવન આદર્શ વિશે વાત કરતા સિનીએ જણાવ્યું કે, "તમે સીધા અંત સુધી કૂદીને પહોંચી નથી શકતા. ત્યાં સુધી પહોંચવાનો પ્રવાસ સૌથી રસપ્રદ હોય છે. આથી તમારે તમારી ઉપલબ્ધિનું મહત્વ સમજાય અને તમે તેનું સમ્માન કરો." 21 વર્ષીય સિનીએ કહ્યું કે દરેક મહિલાને દ્રઢ, મહેનતી અને દયાળુ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આ દરમિયાન, મિસ ઇન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલે એક શાનદાર જ્યૂરી પેનલ સાથે એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ડ હતી, જેમાં નેહા ધૂપિયા, ડિનો મોરિયા, મલાઇકા અરોરા, ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના, કોરિયોગ્રાફર શ્યામક ડાવર અને પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ સામેલ હતા. અંતે, ગ્લેમરસ સાંજે એક્ટ્રેસ કૃતિ સેનન, લૉરેન ગૉટલિબ અને ઐશ ચાંડલર દ્વારા પ્રદર્શન જોવા મળ્યું. આ કાર્યક્રમને મનીષ પૉલે હોસ્ટ કર્યો.

national news