શિક્ષિકાની સ્ટુડન્ટને ધમકી : મારી સાથે સેક્સ નહીં કરે તો હું તારું મર્ડર કરીશ

21 October, 2014 03:23 AM IST  | 

શિક્ષિકાની સ્ટુડન્ટને ધમકી : મારી સાથે સેક્સ નહીં કરે તો હું તારું મર્ડર કરીશ




સગીર વયના એક સ્ટુડન્ટના યૌનશોષણ બદલ ૩૧ વર્ષની એક શિક્ષિકા વિરુદ્ધ લુધિયાણામાં પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘મહિલા ટીચર આઠમા ધોરણમાં ભણતા એક સ્ટુડન્ટને ટ્યુશન આપતી હતી. તે છોકરો તેના પરિવાર સાથે આરોપી મહિલાના પિતાના ઘરમાં ભાડૂત તરીકે રહેતો હતો. પોતાની સાથે સેક્સ-સંબંધ બાંધવા માટે આ ટીચર ૧૪ વર્ષની વયના તે છોકરા પર દબાણ કરતી હતી. એક તબક્કે ટીચરે તે છોકરાને ધમકી આપી હતી કે મારી સાથે સેક્સ નહીં કરે તો હું તારું મર્ડર કરીશ.’

મહિલાએ એક વિડિયો બનાવ્યો હતો અને એના આધારે તે સગીર છોકરાને બ્લૅકમેઇલ કરતી હતી. ટીચરના બ્લૅકમેઇલથી ત્રાસી ગયેલા છોકરાએ આખરે તેના પિતાને આ બાબતે ફરિયાદ કરી હતી અને એ સાંભળીને ચોંકી ગયેલા છોકરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ટીચર પર પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ ઍક્ટ - ૨૦૧૨ની અનેક જોગવાઈઓ અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ટીચર તો ભાગી છૂટી છે, પણ તેણે બનાવેલો વિડિયો પોલીસે જપ્ત કર્યો છે.