આઠ મુસાફરોને લઈને જતા વેહિકલમાં મિનિમમ છ ઍરબૅગ્સ ફરજિયાત બનાવાશે

15 January, 2022 12:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી

નીતિન ગડકરી

કેન્દ્ર સરકારે રોડ-અકસ્માતની સ્થિતિમાં લોકોનો જીવ બચાવવા માટે મહત્ત્વનો એક નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર કાર કંપનીઓ માટે આઠ મુસાફરોની બેસવાની ક્ષમતા ધરાવતા મોટર વેહિકલ્સમાં ઓછામાં ઓછી છ ઍરબૅગ્ઝ પૂરી પાડવી ફરજિયાત બનાવશે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે આ જાણકારી આપી હતી. 
તેમણે સંખ્યાબંધ ટ્વિટ્સમાં જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે પહેલાં જ પહેલી જુલાઈ, ૨૦૧૯થી ડ્રાઇવર ઍરબૅગ તેમ જ પહેલી જાન્યુઆરી, ૨૦૨૨થી ફ્રન્ટ કો-પૅસેન્જર માટે ઍરબૅગના ફિટમેન્ટને લાગુ કરવું અનિવાર્ય કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આઠ મુસાફરોને લઈને જતા મોટર વેહિકલ્સમાં બેસનારી વ્યક્તિઓની સુરક્ષા વધારવા માટે મેં ઓછામાં ઓછી છ ઍરબૅગ્ઝ ફરજિયાત રાખવા માટે જનરલ સ્ટેચ્યુટરી રૂલ્સ નોટિફિકેશનના ડ્રાફ્ટને હવે મંજૂર કર્યું છે. 

national news nitin gadkari