જમ્મુ એન્કાઉન્ટરમાં ૩ આતંકવાદી અને ૪ જવાનો સહિત દસનાં મોત

28 November, 2014 05:16 AM IST  | 

જમ્મુ એન્કાઉન્ટરમાં ૩ આતંકવાદી અને ૪ જવાનો સહિત દસનાં મોત



વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે જમ્મુ જવાના છે ત્યારે આ અથડામણ થઈ હતી. કાશ્મીરમાં અન્યત્ર લશ્કરે રાજૌરી જિલ્લામાં અંકુશરેખા પર ઘૂસણખોરીનો એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો અને એક આતંકવાદીની ધરપકડ કરી હતી.

અરનિયા બેલ્ટમાં ઘૂસેલા બેથી ચાર આતંકવાદીઓના જૂથે ગોળીબારનો આશરો લીધો હતો. એના પગલે લશ્કરી દળ, સીમા સુરક્ષા દળ તથા પોલીસના જવાનો સાબદા થઈ ગયા હતા. તેમણે સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લીધો હતો અને ગઈ કાલે સવારથી આતંકવાદીઓને શોધવાનું શરૂ કર્યું હતું.

આતંકવાદીઓ લશ્કરની ૯૨ ઇન્ફન્ટ્રી બ્રિગેડના પિંડી ખટ્ટર બેલ્ટમાં ખાલી પડેલા એક બન્કરમાં છુપાયા હતા. એ પછી લશ્કરના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો. એમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. આતંકવાદીઓ જે કારમાં અહીં આવ્યા હતા એ કાર પણ જપ્ત કરવામાં આવી છે.