ભારતવંશી સત્ય નડેલા બન્યા માઇક્રોસૉફ્ટના ચૅરમેન, પહેલા હતા કંપનીના CEO

17 June, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સત્ય નડેલા સફળતાના સોપાન સર કરી રહ્યા છે. હવે તેમને માઇક્રોસૉફ્ટ કંપનીએ Microsoft Corpના ચૅરમેન બનાવી દીધા છે. તે જૉન થૉમ્પસનનું સ્થાન લેશે.

સત્ય નડેલા (તસવીર સૌજન્ય મિડ-ડે-AFP)

મૂળે ભારતીય અમેરિકન નાગરિક અને માઇક્રોસૉફ્ટના સીઇઓ સત્ય નડેલા નિતનવા સફળતાના સોપાન સર કરતા ઈ રહ્યા છે. માઇક્રોસૉફ્ટે બુધવારે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સત્ય નડેલાને કંપનીના અધ્યક્ષ બનાવ્યા છે. સત્ય નડેલા જૉન થૉમ્પસનનું સ્થાન લેશે. કંપનીએ નિવેદન જાહેર કરીને આ વાતની માહિતી આપી છે.

સત્ય નડેલા વર્ષ 2014માં માઇક્રોસૉફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બન્યા હતા. ત્યાર પછી સત્યા નડેલાએ લિંક્ડઇન, ન્યૂનસ કોમ્યુનિકેશન્સ અને જેનીમેક્સ જેવી કંપનીઓના અરબો ડૉલરના અધિગ્રહણમાં મહત્વની ભૂમિકા ભજવી.

માઇક્રોસૉફ્ટે એક નિવેદન જાહેર કરી સત્ય નડેલાને કંપનીના ચૅરમેન બનાવવાની માહિતી આપી. આમાં કહેવામાં આવ્યું કે સીઇઓ સત્ય નડેલા હવે માઇક્રોસૉફ્ટ માટે નવા ચૅરમેન હશે. નડેલા પહેલા થૉમ્પસન કંપનીના ચૅરમેન હતા. થૉમ્પસન હવે પ્રમુખ સ્વતંત્ર નિદેશક રહેશે. વર્ષ 2014માં થૉમ્પસને બિલ ગેટ્સ પછી માઇક્રોસૉફ્ટના ચૅરમેનનું પદ સંભાળ્યું હતું.

જણાવવાનું કે માઇક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ હવે કંપનીના બૉર્ડમાં નથી. તે બિલ તેમજ મેલિંડા ગેટ્સના પરોપકારી કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે. કંપનીએ તાજેતરમાં જ પર શૅર 56 સેંટનું ત્રૈમાસિક લાભાંશ આપવાનો નિર્ણય લીધો છે.

હૈદરાબાદમાં થઈ નડેલાની સ્કૂલિંગ
સત્ય નડેલાનો જન્મ ભારતના હૈદરાબાદમાં વર્ષ 1967માં થયો હતો. તેમના પિતા એક પ્રશાસનિક અધિકારી અને મા સંસ્કૃતની લેક્ચરર હતાં. તેમણે પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદની પબ્લિક સ્કૂલમાંથી કર્યા પછી વર્ષ 1988માં મણિપાલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીથી ઇલેક્ટ્રિકલ ઇન્જીનિયરિંગની સ્ટડી કરી હતી. ત્યાર પછી તે કૉમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે અમેરિકા ગયા. 1996માં તેમણે શિકાગોના બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી એમબીએ કર્યું.

national news satya nadella