૫૫ લાખ રૂપિયામાં વેચાયું મિકી માઉસનું પોસ્ટર

02 December, 2012 05:30 AM IST  | 

૫૫ લાખ રૂપિયામાં વેચાયું મિકી માઉસનું પોસ્ટર


કૅલિફૉર્નિયામાં મિકી માઉસના દુર્લભ પોસ્ટર ધરાવતી ફૅમિલી દ્વારા ગઈ કાલે યોજવામાં આવેલી હરાજીમાં આ પોસ્ટર વેચાયું હતું. વિશ્વના સૌથી ફની કાટૂર્ન-કૅરૅક્ટર તરીકેની ઓળખ ધરાવતા મિકી માઉસની ફિલ્મના આ પોસ્ટરમાં મિકી માઉસને તેની ઓળખ સમાન પોઝમાં દર્શાવવામાં આવ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે ૧૯૩૦ સુધીમાં મિકી માઉસનું આ એકમાત્ર પોસ્ટર સર્જાયું હતું.