મનરેગા યોજનામાં મજૂર છે દિપિકા પાદુકોણ અને જેકલીન?

16 October, 2020 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મનરેગા યોજનામાં મજૂર છે દિપિકા પાદુકોણ અને જેકલીન?

ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારની રોજગાર યોજના મનરેગા (MGNREGA)માં અભિનેત્રી દિપિકા પાદુકોણ (Deepika Padukone)  જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)ની તસવીરોનો ઉપયોગ કરીને કૌભાંડ કરવામાં આવ્યુ છે.

મધ્યપર્દેશના ખરગોન જિલ્લામાં એક ગ્રામ પંચાયતના સચિવ અને રોજગાર સહાયકે આ કૌભાંડ આચર્યુ છે. મનરેગા યોજનામાં મજૂરોને નોકરી માટેનુ એક જોબ કાર્ડ આપવામાં આવે છે. જ્યારે આ ગ્રામ પંચાયત હેઠળ મનરેગા યોજનામાં જોડાયેલા સ્ત્રી પુરુષોના નામની સામે અભિનેત્રીઓની તસવીરો લગાડવામાં આવી છે અને તેમને મજૂરી બદલ પૈસા પણ ફાળવવામાં આવ્યા છે. આ અભિનેત્રીઓવાળા કાર્ડ પર જેમના નામ છે તેઓ ક્યારેય કામ પર ગયા જ નથી.

એવા ખેડૂતો જે 50 એકર જમીન ધરાવતા હોય તેમના કાર્ડ પણ બન્યા છે અને તેની સામે અભિનેત્રીની તસવીર અપલોડ કરવામાં આવી છે. આવા લગભગ 15 જોબ કાર્ડ સામે આવ્યા છે. આ રીતે લગભગ 30000 રુપિયાની રકમ કાઢી લેવામાં આવી છે. એક ખેડૂતના નામની સામે દિપિકા પાદુકોણનો ફોટો છે. જ્યારે અન્ય એક ખેડૂતના નામની સાથે જેકલીન ફર્નાન્ડિઝનો ફોટો છે.

આ ઘટના સામે આવ્યા બાદ હવે વહિવટીતંત્રે તપાસ કરીને જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

deepika padukone jacqueline fernandez national news madhya pradesh