મેહુલ ચોક્સીએ છોડી ભારતની નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ

21 January, 2019 02:55 PM IST  | 

મેહુલ ચોક્સીએ છોડી ભારતની નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ

મેહુલ ચોક્સીએ છોડી ભારતીય નાગરિકતા

મેહુલ ચોક્સી હવે એન્ટીગુઆના નાગરિક બની ગયા છે. પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડનો ગોટાળો કરનાર મામા-ભાણેજની જોડીમાંથી મામા એટલે કે મેહુલ ચોક્સીએ પ્રત્યાર્પણથી બચવા માટે ભારતીય નાગરિકતા છોડી છે. જો કે ભારતીય એજન્સી મેહુલ ચોક્સીને પાછા લાવવાના રાજનૈતિક અને કાયદાકીય પ્રયાસો ચાલુ રાખશે.

પંજાબ નેશનલ બેંકનો ગોટાળો કરીને નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારત છોડીને ભાગી ગયા હતા. જેમના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર પ્રયાસ કરી રહી છે. વર્ષ 2017માં જ મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા લઈ લીધી હતી. તેમના પ્રત્યાર્પણનો મામલો એન્ટીગુઆની કોર્ટમાં ચાલી રહ્યો છે. મેહુલ ચોક્સીએ 25 ડિસેમ્બર 2018માં કોર્ટને જાણકારી આપી હતી કે તે લોન ફ્રૉડના મામલામાં ભારત નહીં આવી શકે. કારણ કે તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી અને તેઓ 41 કલાકની મુસાફરી કરીને ભારત નહીં આવી શકે.

જાણકારો મેહુલ ચોક્સીના આ પગલાંને પ્રત્યાર્પણથી બચવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. જો કે ભારત એન્ટીગુઆ સરકાર સાથે વાતચીત કરીને પ્રત્યાર્પણના તમામ પ્રયાસો ચાલુ રાખશે.

આ પણ વાંચોઃ

શું છે PNB ગોટાળો?

ફેબ્રુઆરી 2018માં પંજાબ નેશનલ બેંકમાં 13, 700 કરોડનો ગોટાળો થયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ડાયમંડ કિંગ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સામે હોવાનો ખુલાસો થયો હતો. પંજાબ નેશનલ બેંકની મુંબઈમાં આવેલી બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓ સાથે મળીને મોટું કૌભાંડ આચર્યું હતું. કૌભાંડ સામે આવતા જ નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અને બંને સામે ઈન્ટરપોલે નોટિસ પણ જાહેર કરી હતી.

national news