વેબ-સિરીઝ બૅડ બૉય બિલ્યનેર્સના પ્રી-સ્ક્રીનિંગની મેહુલ ચોકસીની માગણી

27 August, 2020 03:00 PM IST  |  New Delhi | Agencies

વેબ-સિરીઝ બૅડ બૉય બિલ્યનેર્સના પ્રી-સ્ક્રીનિંગની મેહુલ ચોકસીની માગણી

મેહુલ ચોકસી

હીરા ઉદ્યોગના અગ્રણી અને વેપારી મેહુલ ચોકસીએ વેબ-સિરીઝ બૅડ બૉય બિલ્યનેર્સના પ્રી-સ્ક્રીનિંગની માગણી દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી દ્વારા કરી છે. એ ડૉક્યુમેન્ટરી વેબ-સિરીઝ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા કુખ્યાત અબજોપતિઓના ઉદય અને અસ્ત વિશેની કથા પર આધારિત હોવાનું કહેવાય છે.
વેબ-સિરીઝના પ્રસારણથી હાલ ચાલતી કેટલાક કેસિસની તપાસ અનેક ન્યાયતંત્રીય કાર્યવાહી પર પડવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં નેટફ્લિક્સ ઇન્કૉર્પોરેટેડ અને નેટફ્લિક્સ એન્ટરટેઇનમેન્ટ પર નિયંત્રણોનો આદેશ આપવાની માગણી મેહુલ ચોકસીએ અરજીમાં કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ઉક્ત વેબ-સિરીઝના પ્રસારણથી હજી કેસની તપાસ પૂરી ન થઈ હોય ત્યારે એ કેસના આરોપીઓ તરફ પૂર્વગ્રહ સ્થાપિત થાય એવી શક્યતા રહે છે. નેટફ્લિક્સ તરફથી મેહુલ ચોકસીની અરજી સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

national news netflix