midday

`મેહુલ ચોકસીને કેન્સર છે, ભાગી નહીં શકે` હીરા વેપારીના વકીલે શું કહ્યું?

15 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેહુલ ચોકસી મેડિકલ ટ્રીટમેન્ટ માટે બેલ્જિયમ ગયો હતો. હવે તે સારવાર કરાવવાની આડમાં સ્વિટ્ઝરલેન્ડ ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. ચોકસી હિર્સલૈંડન ક્લિનિક આરામાં કેન્સરની સારવાર કરાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનો હતો.
મેહુલ ચોકસી

મેહુલ ચોકસી

મેહુલ ચોકસી મેડિકલ ટ્રીટમેન્ટ માટે બેલ્જિયમ ગયો હતો. હવે તે સારવાર કરાવવાની આડમાં સ્વિટ્ઝરલેન્ડ ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. ચોકસી હિર્સલૈંડન ક્લિનિક આરામાં કેન્સરની સારવાર કરાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનો હતો.

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને બેલ્જિયમમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ તરફથી પ્રત્યાર્પણની માગ બાદ આ એક્શન લેવામાં આવી છે. ચોકસી પર પંજાબ નેશનલ બેન્ક (PNB)માં 13,000 કરોડ રૂપિયાની લોન દગાખોરીનો આરોપ છે. આ મામલે ચોકસીનો ભાણેજ તેમ જ હીરા વેપારી નીરવ મોદી પણ મુખ્ય શંકાસ્પદ હતો. ચોકસી મેડિકલ ટ્રીટમેન્ટ માટે બેલ્જિયમમાં ગયો હતો. હવે તે સારવાર કરાવવાની આડમાં સ્વિટ્ઝરલેન્ડ ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. ચોકસી હિર્સલેન્ડ ક્લિનિક આરાઉમાં કેન્સરની સારવાર કરાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનો હતો. જો કે, ભારતીય ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ તેના પ્લાનને નિષ્ફળ કરી દીધો છે. જણાવવાનું કે ભારત છોડ્યા બાદ તે 2018તી એન્ટીગુઆમાં રહેતો હતો.

સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ બાદ ઔપચારિક દસ્તાવેજની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણકે ચોકસી મેડિકલ આધાર પર જામી માગી શકે છે. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું કે તેમના ક્લાઇન્ટને બેલ્જિયમ પોલીસે શનિવારે અટકમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "હાલ, તે જેલમાં છે અને ત્યાં પ્રક્રિયા હેઠળ જામી માટે અરજી કરી શકે નહીં, પણ અપીલ દાખલ કરાવી શકે છે. અપીલ દરમિયાન અરજી કરવામાં આવે છે કે તેને અટકમાં ન રાખવામાં આવે. તેને અટકમાં ન રાખતા તે પોતાનો બચાવ કરવા અને પ્રત્યાર્પણ અરજીનો વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવે." તેમણે કહ્યું કે અપીલ માટે સ્પષ્ટ આધાર એ હશે કે ચોકસીના ભાગવાનું જોખમ નથી. તે ખૂબ જ બીમાર છે અને કેન્સરની સારવાર કરાવી રહ્યા છે.

મેહુલ ચોકસીના પ્રત્યાર્પણના પ્રયત્નો ગતિમાન
સૂત્રોએ જણાવ્યું કે થોડોક સમય પહેલા જ મેહુલ ચોકસી વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ નોટિસ હટાવી લેવામાં આવી હતી અને ત્યારથી જ ભારતીય એજન્સીઓ તેને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાના પ્રયાસમાં લાગી ગઈ છે. પ્રત્યાર્પણ અરજી હેઠળ ભારતીય એજન્સીઓએ 2018 અને 2021માં મુંબઈની સ્પેશિયલ કૉર્ટમાંથી જાહેર 2 ઓપન-એન્ડેડ અરેસ્ટ વૉરન્ટ બેલ્જિયમ અધિકારીઓને મોકલ્યા છે. ઓપન-એન્ડેડ અરેસ્ટ વૉરન્ટનો અર્થ એવા વૉરન્ટથી છે જે કોઈ વ્યક્તિના ધરપકડ માટે જાહેર કરવામાં આવે છે અને તેની કોઈ સમયમર્યાદા નથી હોતી. આ વૉરન્ટ ત્યાં સુધી વેલિડ રહે છે જ્યાં સુધી કે આને કૉર્ટ તરફથી રદ ન કરી દેવામાં આવે કે આરોપીની ધરપકડ ન કરી લેવામાં આવે.

આખરે શું છે પીએનબી લોન કૌભાંડ
મેહુલ ચોક્સી, તેના ભત્રીજા અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને તેમના પરિવારના સભ્યો, કર્મચારીઓ અને બેંક અધિકારીઓ સામે ગંભીર આરોપો છે. 2018માં, એજન્સીઓ દ્વારા મુંબઈમાં PNB ની બ્રેડી હાઉસ શાખામાં લોન છેતરપિંડીનો આરોપ લગાવતો કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે ચોક્સી, તેની કંપની ગીતાંજલિ જેમ્સ અને અન્ય લોકોએ કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને છેતરપિંડી કરીને લેટર ઓફ અંડરટેકિંગ જારી કરાવ્યું. નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટની મર્યાદા વધારી અને બેંક સાથે છેતરપિંડી કરી. આ કેસમાં સીબીઆઈએ ચોક્સી વિરુદ્ધ બે ચાર્જશીટ દાખલ કરી છે, જ્યારે EDએ આવી ત્રણ ફરિયાદો દાખલ કરી છે. આ કેસમાં ED અને CBIની કાનૂની વિનંતીના આધારે 2019 માં અટકાયતમાં લેવામાં આવ્યા બાદ ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ લંડનની જેલમાં બંધ છે. તે ભારત પ્રત્યાર્પણનો વિરોધ કરી રહ્યો છે.

belgium mehul choksi Nirav Modi switzerland national news Crime News cancer