ભારત આઝાદી સમયે ઘોષિત થવું જોઈતું હિંદૂ રાષ્ટ્રઃ મેઘાલય હાઈકોર્ટ

26 December, 2018 12:15 PM IST  | 

ભારત આઝાદી સમયે ઘોષિત થવું જોઈતું હિંદૂ રાષ્ટ્રઃ મેઘાલય હાઈકોર્ટ

ટિપ્પણી કરનાર મેઘાલય હાઈકોર્ટના જજઃ એસ આર સેન

મેઘાલય હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં હિંદુસ્તાનના ઈતિહાસ અને વિભાજન તથા એ દરમિયાન શીખો, હિંદુઓ પર થયેલા અત્યાચારનો હવાલો આપતા કહ્યું કે પાકિસ્તાને પોતાને ઈસ્લામિક દેશ ઘોષિત કર્યો. જ્યારે ભારતનું વિભાજન ધર્મના આધાર પર થયું હતું તો તેણે પોતાને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવું જોઈતું હતું, પરંતુ તે ધર્મનિરપેક્ષ રહ્યું. કોર્ટે એમપણ કહ્યું કે ભારતને બીજું ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ નહીં તો તે દિવસ ભારત અને દુનિયા માટે પ્રલયકારી હશે.

મેઘાલય હાઈકોર્ટની ટિપ્પણી

વડાપ્રધાન નરેંદ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સરકાર આ મામલાને ગંભીરતાથી લેશે અને જરૂરી પગલા લેશે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને સહયોગ કરશે. કોર્ટે કેંદ્ર સરકારને અનુરોધ કર્યો છે કે એવો કાયદો બનાવવામાં આવે જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનથી આવતા હિંદૂ, સિખ, જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ, ખાસી, જયંતિયા અને ગારો સમુદાયને કોઈ જ સવાલ અને દસ્તાવેજ વગર ભારતની નાગરિકતા આપવામાં આવે.

ભારતીય કાયદા અને બંધારણનો વિરોધ કરનારને દેશના નાગરિક ન માનવામાં આવે

બાંગ્લાદેશથી આવેલા બંગાળી હિંદુઓ અને પાકિસ્તાનના વિભાજનના સમયે સિખ અને હિંદુઓની સાથે અત્યાચારોની પીડા શેર કરતા આ નિર્ણય ન્યાયમૂર્તિ એસ આર સેનએ અમોન રાણાની સ્થાનીય નિવાસ પ્રમાણપત્ર સંબંધિત યાચિકાની સુનાવણી પૂર્ણ કરતા આ ટિપ્પણી કરી.

નિર્ણયમાં ભારતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જણાવતા કહ્યું કે આ હિંદૂ રાજનો દેશ હતો. બાદમાં મોગલો આવ્યા અને અંગ્રેજો આવ્યા. 1947માં ભારત આઝાદ થયું. ભારત બે રાષ્ટ્રમાં વિભાજીત થઈ ગયું. પાકિસ્તાને પોતાને ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કર્યું. ભારત જેનું પણ વિભાજન ધર્મના આધાર પર થયું હતું, તેણે પણ પોતાને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈતું હતું, પરંતુ તે ધર્મનિરપેક્ષ રહ્યું.

આજે પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનમાં હિંદૂ, સિખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ, પારસી, ખાસી, જયંતિયા અને ગારો પર અત્યાચાર થાય છે. તેમની પાસે કોઈ જ જગ્યા નથી જ્યાં તેઓ જઈ શકે. બંગાળી હિંદૂઓ આ દેશના નિવાસી છે. તેમને અધિકારોને નકારીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છે. નિર્ણયમાં અસમ NRCની પ્રક્રિયાને દોષપૂર્ણ ગણાવતા કહ્યું કે તેમાંથી અનેક વિદેશી ભારતીયો બની ગયા છે અને મૂળ ભારતીયો છૂટી ગયા છે જે દુખદ છે.

કોર્ટે સરકારને અપીલ કરી છે કે તમામ નાગરિકો માટે સમાન કાયદો બનાવવામાં આવે અને તેનું પાલન કરવું તમામ માટે જરૂરી હોય. જે પણ ભારતીય કાયદા અને બંધારણની સામે જાય છે તેમને દેશના નાગરિક ન માની શકાય. યાદ રાખવું જોઈએ કે આપણે પહેલા ભારતીય છીએ, તે પછી સારા માણસો છે અને પછી એ સમુદાયનો વારો આવે છે જેની સાથે આપણે જોડાયેલા છે. કોર્ટે કહ્યું કે તે આશા રાખે છે કે સરકાર આવા વંચિત લોકોના હિતોના સંરક્ષણ માટે ઉચિત નિર્ણય લેશે. કોર્ટે આ નિર્ણયની કૉપી વડાપ્રધાન, ગૃહમંત્રી, કાયદામંત્રી અને રાજ્યપાલને મોકલવાનો આદેશ આપ્યો છે.

national news meghalaya