કોરોના વાયરસના મુદ્દે આજે થશે SARRC દેશોની મિટિંગ

15 March, 2020 12:34 PM IST  |  Mumbai

કોરોના વાયરસના મુદ્દે આજે થશે SARRC દેશોની મિટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોરોના વાયરસે દુનિયાના લગભગ બધા જ દેશોમાં પગપેસારો કરી લીધો છે. તેમાંથી છુટકારો મેળવવા માટે બધા જ દેશ પ્રયત્ન કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'સ્વસ્થ ગ્રહ માટે સમયસર પગલા લેવાની જરૂર છે. રવિવારે સાંજે પાંચ વાગે SARRC (સાર્ક) દેશોના નેતાઓ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના વાયરસ (COVID-19) સામે લડવા માટેના રોડમેપ પર ચર્ચા કરશે. મને વિશ્વસા છે કે અમારું સાથે આવવું અસરકારક પરિણામો તરફ દોરી જશે અને નાગરિકોને તેનો લાભ પણ થશે.'

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, આજે સાંજે થનારી મિટિંગમાં નાગરિકોની અવરજવર અંગે વધુ સતર્ક રહેવાથી માંડીને મેડિકલ અથવા દવાની મદદ પહોચાડવા બાબતે ચર્ચા થશે. સાર્ક દેશોમાં ભારત સૌથી મોટો દેશ છે અને તેણે અત્યાર સુધી સફળતા પુર્વક કોરોના વાયરસને પ્રસરતા અટકાવવાના પ્રયત્નો કર્યા છે. એટલે વડાપ્રધાન દ્વારા અન્ય દેશોને મદદ કરવાની ધોષણા થઈ શકે છે.

national news narendra modi saarc coronavirus