MCD Result: 15 વર્ષથી શાસિત BJPને AAPએ આપી માત, શું કહ્યું કેજરીવાલે? જાણો

07 December, 2022 04:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 15 વર્ષથી મહાનગર પાલિકામાં ભાજપનું શાસન હતું, જે હવે આમ આદમી પાર્ટીએ કબજે કર્યું છે. 250 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 134, ભાજપે 104, કોંગ્રેસે 9 બેઠકો પર જીત મેળવી છે.

અરવિંદ કેજરીવાલ

દિલ્હી MCD ચૂંટણી (MCD Result)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની જીત બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)એ દિલ્હીની જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે `આટલી મોટી જીત અને મોટા પરિવર્તન માટે અભિનંદન. અત્યાર સુધી લોકોએ અમને જે પણ જવાબદારી આપી છે, શાળા, હોસ્પિટલ, વીજળી, અમે બધું જ યોગ્ય રીતે કર્યું છે. હવે દિલ્હીના લોકોએ પાર્કની સફાઈ અને સમારકામની જવાબદારી સોંપી છે.`

તમામ પક્ષોના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા કેજરીવાલે કહ્યું કે હવે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. તમામ પક્ષોના ઉમેદવારોને અપીલ છે કે આજ સુધી આ રાજકારણ માત્ર હતું. હવે આપણે દિલ્હીને ઠીક કરવાનું છે, જેના માટે હું ભાજપ અને કોંગ્રેસનો સહયોગ ઈચ્છું છું. અમને કેન્દ્ર સરકારના સહયોગની પણ જરૂર છે. હું દિલ્હીને ઠીક કરવા માટે વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના આશીર્વાદ ઈચ્છું છું. જીતેલા 250 કાઉન્સિલરો કોઈ પાર્ટીના નથી, તેઓ દિલ્હીના કાઉન્સિલર છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)એ કહ્યું, હવે આપણે બે કરોડ લોકો મળીને દિલ્હીને સાફ કરીશું. હવે આપણે દિલ્હી સરકારની જેમ ભ્રષ્ટાચાર દૂર કરવો પડશે. લોકોનું કહેવું છે કે કામ કરો તો મત નથી મળતા, મત માટે દુરુપયોગ કરવો પડે છે. અમે આ કરવા નથી માંગતા. નકારાત્મક રાજકારણ ન કરો. આજે દિલ્હીની જનતાએ આખા દેશને સંદેશ આપ્યો છે કે શાળાઓ અને હોસ્પિટલોમાંથી પણ વોટ મળે છે.

આ પણ વાંચો:બંગાળી બાબાઓને છોડો; સચોટ ભવિષ્ય માટે મળો દિલ્હીવાલે બાબાને

સાથે જ તેમણે કહ્યું કે, જેમ જેમ સકારાત્મક રાજનીતિ વધશે તેમ દેશ નંબર વન બનશે. હું દરેકને કહેવા માંગુ છું કે અહંકારી ન બનો. જો આપણામાં ઘમંડ હશે તો ભગવાન ક્યારેય માફ નહીં કરે.

AAPએ ભાજપની 15 વર્ષની સત્તા છીનવીને બહુમતી મેળવી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે. છેલ્લા 15 વર્ષથી મહાનગર પાલિકામાં ભાજપનું શાસન હતું, જે હવે આમ આદમી પાર્ટીએ કબજે કર્યું છે. 250 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 134, ભાજપે 104, કોંગ્રેસે 9 બેઠકો પર જીત મેળવી છે. આ સાથે જ ત્રણ અપક્ષ ઉમેદવારો પણ જીત્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મતગણતરી માટે તૈયારીઓ શરૂ થઈ

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું, "દિલ્હી એમસીડીમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર... દિલ્હીના લોકોએ વિશ્વની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને કટ્ટર ઈમાનદારી બતાવી છે." અરવિંદ કેજરીવાલ, જે કામ કરે છે, તે જીતે છે. અમારા માટે આ માત્ર જીત નથી, આ એક મોટી જવાબદારી છે."

 

national news new delhi municipal elections