લંચમાં સોનિયાની સાથે માયાવતી તો મનમોહનની સાથે બેઠા મુલાયમ

07 August, 2012 05:35 AM IST  | 

લંચમાં સોનિયાની સાથે માયાવતી તો મનમોહનની સાથે બેઠા મુલાયમ

આ લંચમાં યુપીએને બહારથી ટેકો આપનાર બીએસપી અને સમાજવાદી પાર્ટીને વીઆઇપી સ્ટેટસ આપવામાં આવ્યું હતું. લંચ દરમ્યાન સોનિયા ગાંધીની બાજુમાં બીએસપીનાં વડાં માયાવતીને સ્થાન અપાયું હતું જ્યારે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવને વડા પ્રધાન મનમોહન સિંહની બાજુમાં બેસાડવામાં આવ્યા હતા. જોકે આ લંચમાં એનસીપીના વડા શરદ પવાર તથા પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલ ગેરહાજર રહ્યા હતા. જોકે તૃણમુલ કૉન્ગ્રેસના સંસદસભ્યો હાજર હતા.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર હામિદ અન્સારીની જીત લગભગ નક્કી માનવામાં આવે છે. એનડીએના ઉમેદવાર બીજેપીના પીઢ નેતા જસવંત સિંહ છે. આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના ૭૮૮ સંસદ સભ્યો વોટ આપી શકે છે. યુપીએને વિશ્વાસ છે કે ૭૫ વર્ષના અન્સારીને ઓછામાં ઓછા ૫૦૦ વોટ મળશે. લોકસભામાં કૉન્ગ્રેસના ૨૦૪ અને રાજ્યસભામાં ૭૧ સભ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૩૧ લોકોએ નૉમિનેશન પેપર ફાઇલ કર્યા હતાં, જેમાં અન્સારીએ ચાર અને જસવંત સિંહે ત્રણ સેટમાં નૉમિનેશન પેપર ફાઇલ કર્યા હતાં. આજે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે.

એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ