પ.બંગાળમાં ચૂંટણીપંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?: માયાવતી

17 May, 2019 10:34 AM IST  |  લખનઉ

પ.બંગાળમાં ચૂંટણીપંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?: માયાવતી

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા દરમ્યાન ચૂંટણીપંચે બંગાળમાં ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાથી પ્રચાર કરવા પર રોક લાગવી દીધી છે. આ મામલે ટીએમસી અને કૉન્ગ્રેસ બાદ હવે બહુજન સમાજ પાર્ટીએ પણ ચૂંટણીપંચની કાર્યવાહી પર પ્રશ્નમાં કામ કરી રહ્યું છે.’

માયાવતીએ જણાવ્યું હતું કે ‘ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં પ્રચાર પર ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાથી રોક લગાવી હતી તો આજે સવારથી કેમ રોક લગાડવામાં ન આવી? આ પક્ષપાતપૂર્ણ છે અને ચૂંટણીપંચ દબાણમાં કામ કરી રહ્યું છે.’

આ પણ વાંચોઃ કૉન્ગ્રેસ વડા પ્રધાનપદ વિના ગઠબંધન સરકારમાં સામેલ થવા તૈયાર : આઝાદ

તેમણે ઉમેર્યું હતું કે ‘સ્પક્ટ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી પ્રમુખ અમિત શાહ અને તેમનાં નેતા મમતા બૅનરજીને નિશાન બનાવી રહ્યા છે. યોજનાબદ્ધ રૂપે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ ખૂબ જ જોખમી છે અને અન્યાયપૂર્ણ છે જે દેશના વડા પ્રધાનને શોભતું નથી.’

mayawati Election 2019 national news