માયાવતીની મુસ્લિમોને અપીલ, ભાજપને હરાવવું છે તે કોંગ્રેસને ન આપે મત

07 April, 2019 04:59 PM IST  |  સહારનપુર

માયાવતીની મુસ્લિમોને અપીલ, ભાજપને હરાવવું છે તે કોંગ્રેસને ન આપે મત

અખિલેશ અને માયાવતીએ કર્યો પ્રચાર

લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટી બાદ હવે મહાગઠબંધન પણ જોશમાં છે. આજે સહારનપુરના દેવબંધમાં સામાજિક ન્યાય સે મહાપરિવર્તન મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ ભાજપ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમની સાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રી લોકદળના ચૌધરી અજીત સિંહના નિશાના પર પણ ભાજપની સાથે કેન્દ્રની મોદી સરકાર હતી.

ભાજપ-કોંગ્રેસ પર વરસ્યા માયાવતી
માયાવતીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, કોંગ્રેસે અનેક બેઠકો પર એવા ઉમેદવારો ઉભા રાખ્યા છે જે ભાજપને ફાયદો પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે જ ખાટ યાત્રા યાદ આવે છે. માયાવતીએ મુસ્લિમોને કહ્યં કે તમારી વોટ બેંક વહેંચાઈ ન જવી જોઈએ, તમે તમામ લોકો ગઠબંધનને એકતરફી મત આપવો જોઈએ. સહારનપુરમાં મુસ્લિમોને ખબર છે કે અહીંના બસપા ઉમેદવારની ટિકિટ પહેલા જ જાહેર કરી દીધી હતી. પરંતુ કોંગ્રેસે જાણી જોઈને ભાજપને જીતાડવા માટે મુસ્લિમ ઉમેદવાર ઉભા રાખ્યા. અમારા કાર્યકર્તાઓની દરેક પોલિંગ અને સેક્ટર લેવલ પર જવાબદારી છે કે અમારો એક પણ મત વહેંચાઈ જાય. કોંગ્રેસ મને મળનારા મતમાં ભાગલા પાડવા માટે એવા જાતિ અને ધર્મના ઉમેદવારોને ટિકિટ આપી છે જેનાથી ભાજપ જીતી જાય.

અમારી સરકાર બની તો છ હજાર નહીં, દરેક હાથને રોજગાર આપીશું
માયાવતીએ કહ્યું કે ચૂંટણી આવતા જ ભાજપને ફિલ્મી કલાકારો અને મંદિરો યાદ આવે છે. આરોપ લગાવ્યો કે મોદીએ ચૂંટણી પ્રચારમાં હજારો કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેમને ઘોષણાપત્ર પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી. માયાવતીએ કહ્યું કે વડાપ્રધાને સરકારી ખજાનાને લૂંટાવી દીધો. ભાજપની સરકારમાં અનામતની વ્યવસ્થા નબળી રહી છે. મોદીની દેશભક્તિ સામે આવી, પુલવામાં હુમલાના દિવસે ભાજપે કાર્યક્રમ કર્યો.

અખિલેશ યાદવે કહ્યું, ભાજપે અંગ્રેજો કરતા સમાજના વધુ ભાગલા પાડ્યા
બસપા અધ્યક્ષા બાદ માઈક સંભાળનારા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટીને સત્તાના નશામાં ચૂર ગણાવી. સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે સરાબ બોલનારા સત્તાના નશામાં છે. જેને તેઓ મિલાવટી ગઠબંધન ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી ઈતિહાસ બદલનારી ચૂંટણી છે. કહ્યું કે અહીં એવા લોકો આવ્યા છે જે નફરત સિવાય કાંઈ જ નથી બોલતા. તેમના વચનો ક્યાં છે? સારા દિવસો ક્યાં છે? કોઈ પણ વચન પૂર્ણ નથી કર્યું. ચૂંટણી આવી તો ચોકીદાર બની ગયા.

akhilesh yadav mayawati samajwadi party bahujan samaj party Loksabha 2019