દત્તક ગામને સચિન ૨.૭૯ કરોડની સહાય કરશે ગામવાસીઓને દારૂની લત છોડવા અપીલ

17 November, 2014 05:43 AM IST  | 

દત્તક ગામને સચિન ૨.૭૯ કરોડની સહાય કરશે ગામવાસીઓને દારૂની લત છોડવા અપીલ




આ ગામની વસ્તી ૪૦૦ લોકોની છે. સચિને ગામમાં હાઈ સ્કૂલ, વાઇ-ફાઇ ઇન્ટરનેટ કનેક્શન, પશુઓ માટે હૉસ્પિટલ, મહિલાઓ માટે ટ્રેનિંગ સેન્ટર, ૨૪ કલાક પાણીની સુવિધા અને પીવાના પાણી માટે સાંસદ-નિધિમાંથી ૨.૭૯ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. સચિને ગામની એક મહિલા વિજયઅમ્માના ઘરની મુલાકાત લીધી હતી. વિજયઅમ્માએ પોતાના એમબીએ કરતા પુત્ર માટે નોકરીની વિનંતી કરી હતી જે પૂરી કરવા સચિને ભરોસો આપ્યો હતો.