07 May, 2025 07:03 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના ઉજ્જૈનસ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરના શંખદ્વાર પર અચાનક ભીષણ આગ લાગી
મધ્ય પ્રદેશના ઉજ્જૈનસ્થિત બાબા મહાકાલેશ્વર મંદિરના શંખદ્વાર પર અચાનક ભીષણ આગ લાગી હતી જેની જ્વાળા અને ધુમાડો આશરે એક કિલોમીટર દૂર જોવા મળ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ મંદિર પરિસરના કન્ટ્રોલ રૂમમાં લગાડવામાં આવેલી બૅટરીથી લાગી હતી. જોકે ફાયર વિભાગની તરત કાર્યવાહીના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.