Planet Mars: આજે દેખાશે આ દુર્લભ નજારો, જાણો કેવું દેખાશે દૃશ્ય

13 October, 2020 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Planet Mars: આજે દેખાશે આ દુર્લભ નજારો, જાણો કેવું દેખાશે દૃશ્ય

પ્રતીકાત્મક તસવીર

અંતરિક્ષમાં 13 ઓક્ટોબર 2020ના રોજ એક એવો નજારો જોવા મળશે, જે ખુબજ દુર્લભ હશે. આ પછી, તમારે ફરી આ દૃશ્ય જોવા માટે વર્ષ 2035 સુધી રાહ જોવી પડશે. આ ઘટનાને લઈને સમગ્ર વિશ્વમાં ખગોળશાસ્ત્રીઓમાં ભારે ઉત્સાહ છે.

13 ઓક્ટોબર 2020ના રોજ શું થશે?

આ દિવસે મંગળ ગ્રહ પૃથ્વીની ખૂબ નજીક હશે. એટલેકે, એટલો વધારે નજીક જે અનેક વર્ષોમાં એક જ વાર થાય છે. આ કારણે આ ગ્રહ ઘણો મોટો જોવા મળશે. બહુજ લાલ અને દુર્લભ નજારો જોવા મળશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આજ પછી આવું દૃશ્ય વર્ષ 2035માં જોવા મળશે.

કેવો દેખાશે મંગળ ગ્રહ?

મંગળ અને પૃથ્વીની પરિક્રમા એક સાથે થવાના કારણે મંગળ ગ્રહને ધરતી પર સૂર્યાસ્તનાં સમયે જોઈ શકાશે. તે ખબૂજ લાલ અને વિશાળ દેખાશે.

શું તમે આ દૃશ્ય જોઈ શકશો?

જો આકાશ ચોખ્ખુ રહ્યું તો આ દૃશ્ય જોઇ શકાય છે. વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે, મંગળ ખૂબ તેજસ્વી, ચમકતો અને લાલ રંગનો દેખાશે. જેમ તમે ચંદ્ર જોઈ શકો છો, તે જ રીતે તમે આ દૃશ્ય જોઈ શકશો. જો કે, જે લોકો ટેલિસ્કોપ દ્વારા જોશે, તેમના માટે મંગળ ગ્રહની સપાટી જોવી પણ શક્ય બનશે.

આજે રાત્રે આ નજારો જોવા માટે દહુ કોઈ ખુબ ઉત્સુક છે. પરંતુ જ્યારે આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે વાદળછાયું વાતાવારણ છે અને આકાશમાં કાળા વાદળો દેખાય છે. એટલે શક્યતા ઓછી છે કે લોકોને આ નજારો જોવા મળે.

national news mars