જેસિકા લાલ મર્ડર કેસના આરોપી મનુ શર્માને તિહાર જેલમાંથી છોડી મુકાયો

02 June, 2020 07:13 PM IST  |  Delhi | Gujarati Mid-Day Online Correspondent

જેસિકા લાલ મર્ડર કેસના આરોપી મનુ શર્માને તિહાર જેલમાંથી છોડી મુકાયો

આ કેસ પરથી નો વન કિલ્ડ જેસિકા ફિલ્મ પણ બની હતી. બાર વર્ષ પહેલાં જેસિકા લાલની હત્યા એક બારમાં થઇ હતી અને ત્યારે મનુ શર્માને લાંબી લડત બાદ જેલની સજા મળી હતી.

જેસિકા લાલ મર્ડર કેસથી કોણ નથી વાકેફ? વળી આ કેસ પરથી નો વન કિલ્ડ જેસિકા ફિલ્મ પણ બની હતી. બાર વર્ષ પહેલાં જેસિકા લાલની હત્યા એક બારમાં થઇ હતી અને ત્યારે મનુ શર્માને લાંબી લડત બાદ જેલની સજા મળી હતી. આજે મનુ શર્માને તેમની મુદત પહેલાં જ જેલમાંથી છૂટકારો મળી ગયો છે. દિલ્હીમાં 30 એપ્રિલ 1999નાં રોજ રાત્રે બે વાગ્યે મોડલ જેસિકા લાલની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ મામલામાં કોર્ટે કોંગ્રેસી નેતા વિનોદ શર્માના દિકરા સિદ્ધાર્થ વશિષ્ઠ ઉર્ફે મનુ શર્માને જન્મ ટીપની સજા ફટકારવામાં આવી હતી.

12 વર્ષ પહેલાં જેસિકા લાલની હત્યા થઇ હતી અને નીચલી અદાલતે તો મનુ શર્માને નિર્દોષ છુટકારો મળી ગયો હતો પણ સુપ્રીમ કોર્ટે મનુ શર્માને જન્મ ટીપની સજા ફટકારી હતી. આ મામલો સખત ચર્ચામાં આવ્યો હતો અને આ હત્યાકાંડ પરથી નો વન કિલ્ડ જેસિકા ફિલ્મ પણ બની હતી.

શું હતો કેસ?

29 એપ્રિલ 1999નાં રોજ મેહરોલીનાં કુતુબ કોલોનેડ રેસ્ટોરન્ટમાં સોશ્યલાઇટ બીના રમાણીએ પાર્ટી આપી હતી અને તેમાં દિલ્હીનાં જાણીતા લોકો હતા. મનુ શર્મા પણ અહીં પોતાના દોસ્તો સાથે ત્યાં પહોંચ્યો અને રાત્રે બે વાગે શરાબ પિરસવાનો સમય પુરો થઇ ગયો હોવા છતાં તેણે સતત શરાબની માંગણી કરી. જ્યારે જેસિકાએ તેને શરાબ આપવાની ના પડી ત્યારે દલીલો બાદ મનુ શર્માએ પોતાની પિસ્તોલ કાઢીને ફાયરિંગ કર્યું હતું. પહેલી વારમાં તો તેણે હવામાં ગોળીબાર કર્યો અને પછી જેસિકાને માથે ગોળી મારી દીધી હતી. આ હત્યા કર્યા પછી મનુ શર્મા ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટના પછી જ્યારે ત્યાં પોલીસ પહોંચી પછી 101 સાક્ષીઓ એકઠા કર્યા અને તેમાં શ્યાન મુનશી અને બીના રમાણી મુખ્ય હતા. શ્યામ મુન્શીએ આપેલા બયાનને આધારે FIR નોંધાઇ હતી. સુનાવણી દરમિયાન શ્યામ મુન્શીએ સ્ટેટમેન્ટ બદલી નાખ્યું. 33 જણા પોતાની વાત પરથી ફરી ગયા અને કેસ મુશ્કેલ થઇ ગયો. શ્યામ મુનશીએ તો એમ કહ્યું હતું કે મનુ શર્મા એ ગોળી નહોતી ચલાવી, તેણે ગોળી એક નહીં પણ બે પિસ્તોલથી ચલાવાઇ હતી એમ પણ કહ્યું હતું. પોલીસે ગોળીઓની તપાસ આદરી એમાં પણ અલગ અલગ પિસ્તોલનો ઉપયોગ થયો હતો તેવું રિપોર્ટ પણ કહેવાયું. જો કે બીના રમાણી અને તેના પરિવારે મનુ શર્માની ઓળખાણ કરી હતી અને પોલીસને મદદ કરી હતી. આ કેસ બહુ લાંબો ચાલ્યો હતો જેના ગુંચળામાં ભાગેડુઓની કાર પણ પોલીસે શોધી હતી, જે રિવોલ્વરથી શૂટિંગ કરાયું તે પણ મળી હતી અને અંતે 20 ડિસેમ્બર 2006માં મનુ શર્માને આરોપી સાબિત કરાયો અને તેને સજા થઇ હતી.

delhi news tihar jail no one killed jessica national news