રાહુલ ગાંધીને મનોજ તિવારીએ મેન્ટલ ડિસ્ટર્બ્ડ કહ્યા

09 December, 2019 09:16 AM IST  |  Agartala

રાહુલ ગાંધીને મનોજ તિવારીએ મેન્ટલ ડિસ્ટર્બ્ડ કહ્યા

મનોજ તિવારી

સંસદસભ્ય અને દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મનોજ તિવારીએ નિવેદન આપતાં રાહુલ ગાંધીને મેન્ટલ ડિસ્ટર્બ્ડ કહ્યા છે. તિવારીએ ભારતને વિશ્વનું રેપ કૅપિટલ ગણાવનાર રાહુલ ગાંધીના નિવેદન પર આકરી પણ વિવાદિત પ્રતિક્રિયા આપી છે. મનોજ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધી ભારતને ગૌરવન્વિત કરી શકે છે ન આવું કંઈ થાય એને જોઈ શકે છે. વારંવાર તેઓ આવું નિવેદન આપે છે જેનાથી તેઓ મેન્ટલ ડિસ્ટર્બ્ડ હોય એવું લાગે છે. સાથે જ મનોજ તિવારીએ કહ્યું કે તેઓએ વડા પ્રધાન માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે એ માટે તેઓએ માફી માગવી જોઈએ. વાયનાડની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતને વિશ્વની બળાત્કારની રાજધાની તરીકે જોવી જોઈએ. સાથે જ રાહુલે વડા પ્રધાન મોદી પર મૌન રહેવાના આક્ષેપ કર્યા હતા.
કેરળના વાયનાડ સંસદીય વિસ્તારમાંથી કૉન્ગ્રેસના લોકસભા સંસદસભ્ય અને ભૂતપુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવી છે. તેમનું કહેવું છે કે લોકો પોતાના હાથમાં કાયદો એટલા માટે લઈ રહ્યા છે કેમ કે દેશ ચલાવનારો શખસ હિંસામાં જ વિશ્વાસ રાખે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત દુનિયાભરમાં દુષ્કર્મની રાજધાની તરીકે ઓળખાય છે.

rahul gandhi manoj tiwari