‘મન કી બાત’એ લોકો સાથે કઈ રીતે જોડાવું જોઈએ એ શીખવાડ્યું : આમિર ખાન

27 April, 2023 12:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમના ૧૦૦ એપિસોડ પૂરા થવાના અવસરે દિલ્હીમાં આયોજિત કરાઈ નૅશનલ કૉન્ક્લેવ

દિલ્હીમાં આયોજિત નૅશનલ કૉન્ક્લેવમાં આમિર ખાન અને રવીના ટંડન.

ગઈ કાલે રાજધાની દિલ્હીમાં વડા પ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૦૦ એપિસોડ પૂર્ણ થવાના અવસર પર એક નૅશનલ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા અભિનેતા આમિર ખાને કહ્યું હતું કે ‘મન કી બાત’ સંદેશા વ્યવહારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેના થકી વડા પ્રધાન નાગરિકો સાથે જોડાય છે. મહત્ત્વના મુદ્દાઓ પર વડા પ્રધાન પોતાના વિચારો રજૂ કરે છે. વળી લોકોને જણાવે  છે કે એમને શું જોઈએ છે. એના માટે એમને ક્યા પ્રકારના સપોર્ટની જરૂર છે. ‘મન કી બાત’એ લોકો સાથે કઈ રીતે જોડાવું જોઈએ એ શીખવાડ્યું.’ આ કૉન્ક્લેવમાં રવીના ટંડને કહ્યું હતું કે ‘ફિલ્મ ઉદ્યોગે ટીવી અને ઓટીટી માધ્યમમાંથી શીખવું જોઈએ, જેઓ મહિલાઓને સારું વળતર આપે છે તેમ જ મહિલા પ્રધાન શો બનાવે છે.’ 

national news narendra modi aamir khan raveena tandon mann ki baat new delhi