Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમના ૯૯મા એપિસોડમાં કરી આ મુદ્દાઓ પર ચર્ચા

26 March, 2023 01:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમનો આ ત્રીજો એપિસોડ છે. કાર્યક્રમના 99મા એપિસોડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને નર્વસ નાઈન્ટીઝનો ઉલ્લેખ કર્યો હતો

ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મન કી બાત કાર્યક્રમના 99મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ વર્ષે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમનો આ ત્રીજો એપિસોડ છે. કાર્યક્રમના 99મા એપિસોડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને નર્વસ નાઈન્ટીઝનો ઉલ્લેખ કર્યો હતો.

દેશવાસીઓ સાથે પોતાના વિચારો શૅર કરતાં વડાપ્રધાને કહ્યું કે, “મન કી બાતનું આ સંગઠન 99મા સ્થાને પહોંચી ગયું છે. 30 એપ્રિલે યોજાનાર 100મા એપિસોડને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 100મા એપિસોડ માટે તમારા બધા સૂચનોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.”

દર મહિનાના છેલ્લા રવિવારે ઑલ ઈન્ડિયા રેડિયો પર `મન કી બાત` કાર્યક્રમ પ્રસારિત થાય છે, જેના દ્વારા પીએમ મોદી દેશવાસીઓ સાથે વાતચીત કરે છે.

અંગ દાનની ચર્ચા

મન કી બાતના 99મા એપિસોડમાં પીએમ મોદીએ એવા લોકો વિશે વાત કરી કે જેમણે પોતાનું જીવન બીજાની સેવા માટે સમર્પિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, “અંગદાન આજે કોઈને જીવન આપવાનું એક મોટું માધ્યમ બની ગયું છે. મૃત્યુ બાદ શરીર દાન દ્વારા 8-9 લોકોને નવું જીવન મળવાની સંભાવના છે.

ખાસ અંગ દાતા પરિવાર સાથે મુલાકાત

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ અમૃતસરમાં રહેતા એક ખાસ પરિવાર સાથે લાઈવ વાતચીત કરી હતી. અમૃતસરના રહેવાસી સુખબીર સિંહ સંધુ અને તેમની પત્ની સુપ્રીત કૌરને એક પુત્રી હતી. ઘરના લોકોએ પ્રેમથી તેનું નામ અબાવત કૌર રાખ્યું. અબાવત માત્ર 39 દિવસની હતી જ્યારે તેણે દુનિયા છોડી દીધી. બાળકના મૃત્યુ બાદ સુખબીર સિંહ સંધુ અને તેની માતા સુપ્રીત કૌરે અબાવતના અંગોનું દાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. વડાપ્રધાને દંપતી સાથે તેમની પુત્રી અને તેમના અંગોનું દાન કરવાના નિર્ણય વિશે વાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ઝારખંડની સ્નેહલતા ચૌધરી વિશે પણ વાત કરી, જેમના પરિવારે અંગ દાન કરવાનો મોટો નિર્ણય લીધો.

દેશમાં નીતિ પર કામ કરો : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે “અંગદાનને પ્રોત્સાહિત કરવા માટે આખા દેશમાં સમાન નીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં રાજ્યોના કાયમી નિવાસી હોવાની શરત પણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી અયોગ્યતા મામલે, આજે દેશમાં દિવસ દરમિયાન કૉંગ્રેસનો `સત્યાગ્રહ`

સ્ત્રી શક્તિની કદર

મહિલા શક્તિની પ્રશંસા કરતા વડાપ્રધાનએ કહ્યું કે, “આજે ભારતની ક્ષમતા નવા જોશ સાથે સામે આવી રહી છે. તેમાં આપણી સ્ત્રી શક્તિનો મોટો ફાળો છે. આ દરમિયાન વડાપ્રધાને ડૉક્યુમેન્ટ્રી માટે એશિયાની પ્રથમ મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવ અને ઑસ્કાર વિજેતા નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલ્વિસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

national news narendra modi mann ki baat new delhi