Mann Ki Baat: તહેવારોની ખરીદીમાં વોકલ ફૉર લોકલનો સંકલ્પ યાદ રાખજો

25 October, 2020 12:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Mann Ki Baat: તહેવારોની ખરીદીમાં વોકલ ફૉર લોકલનો સંકલ્પ યાદ રાખજો

ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે રવિવારે પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' (Mann Ki Baat)ના 70માં એપિસોડમાં દેશવાસીઓને 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ પરથી સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ દશેરાના મેળાના સ્વરૂપ અને રામલીલાના તહેવારનો ઉલ્લેખ કર્યો. ગરબાના રોકાયેલા આયોજનને લઈને વાત કરી. દિવાળીના તહેવાર સહિત અનેક તહેવારોમાં કોરોના સંકટમાં સંયમથી કામ લેવા કહ્યું.

માનનીય વડાપ્રધાને આજના કાર્યક્રમની શરૂઆત દશેરાની શુભેચ્છાઓ આપીને કરી હતી. તેમણે કહ્યું હતું કે, દશેરા સંકટો પર જીતનો પણ પર્વ છે. સાથે જ એવું પણ કહ્યું કે, કોરોનાકાળમાં હજુ પણ બીજા ઘણા તહેવારો આવશે. આ દરમિયાન પણ આપણે સંયમથી રહેવાનું છે. બજારમાં ખરીદી કરવા જાવ તો સ્થાનિક ચીજોને પ્રોત્સાહન આપવું. આજે બધા મર્યાદામાં રહીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પહેલા દુર્ગા પંડાલોમાં ભીડ ભેગી થતી હતી, પણ આ વખતે આવું ન થયું. પહેલા દશેરા પર પણ મેળા ભરાતા હતા, આ વખતે તેનું એકદમ અલગ સ્વરૂપ છે. રામલીલા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગુજરાતમાં ગરબાની ધૂમ થતી હતી. હજુ પણ બીજા તહેવાર આવશે. ઈદ, શરદ પૂનમ, વાલ્મિકી જયંતી, દિવાળી દરેક તહેવારમાં આપડે સંયમથી કામ લેવાનું છે.

તહેવારોની ખરીદીમાં વોકલ ફૉર લોકલનો સંકલ્પ યાદ રાખજો એવું કેહતા વડાપ્રધાને કહ્યું હતું કે, જ્યારે આપણે તહેવારોની તૈયારી કરીએ છીએ, તો બજાર જવું મહત્વનું રહે છે. આ વખતે બજાર જતી વખતે લોકલ ફોર વોકલનો સંકલ્પ યાદ રાખો. સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની છે. સફાઈકર્મી, દૂધ વાળા, ગાર્ડ વગેરેની આપણા જીવનમાં ભૂમિકા રહી છે. કઠિન સમયમાં આ લોકો સાથે રહ્યાં છે દરેક વ્યક્તિ જે પરિવારથી દૂર છે, તેનો આભારી છું.

ખાદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ખાદી વિશ્વમાં વેચાણની ક્ષમતા ધરાવે છે અને આખી દુનિયામાં પ્રખ્યાત થઈ છે. તે કપડું નહીં જીવનશૈલી છે. આ સિવાય કોરોના સંંકટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ કહ્યું છે કે કોરોના સામે આપણી જીત નિશ્ચિત છે. તેઓએ એમ પણ કહ્યું છે કે કોરોના સંકટમામં તહેવારોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જરૂરી છે. આ સિવાય તેઓએ કહ્યું કે દેશના જવાનો સીમા પર લડી રહ્યા છે. માતાની સેવામાં શહીદ થયા છે અને તેમના પરિવારની સાથે નથી. આ તહેવારમાં એક દીવો વીર જવાનો માટે પણ પ્રગટાવજો.

સરદાર વલ્લભભાઈ, મહર્ષિ વાલ્મીકીને પણ યાદ કર્યા અને 31 ઓક્ટોબરે યોજાનારા ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઈન્દિરા ગાંધીને યાદ કર્યા અને સાથે આવનારા અનેક તહેવારો મામટે શુભેચ્છા અને કોરોના સંકટને લઈને સાવધાન રહેવા કહ્યું. પુલવામાને લઈને પણ ચર્ચા કરી. વડાપ્રધાને લોહપુરુષ સરદાર પટેલને યાદ કર્યા અને તેમના સેન્સ ઓફ હ્યુમરને પણ યાદ કર્યું. તેઓએ કહ્યું કે એ લોહ પુરુષની છવિની કલ્પના કરો જે રાજા રજવાડા સાથે વાત કરતા હતા અને તેમની વચ્ચે ખાસ સેન્સ ઓફ હ્યુમર હતું. સ્થિતિ કેટલી પણ ખરાબ હોય તેઓએ સેન્સ ઓફ હ્યુમરને જીવિત રાખતા હતા.

national news mann ki baat narendra modi navratri diwali durga puja coronavirus