મનીષ સિસોદિયાની જામીન પર CBI કૉર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત, 10 માર્ચે સુનાવણી

04 March, 2023 03:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સીબીઆઈ કૉર્ટ એમકે નાગપાલની કૉર્ટમાં મનીષ સિસોદિયા તરફથી વરિષ્ઠ વકીલ દયનકૃષ્ણાયન અને સિદ્ધાર્થ અગ્રવાર કૉર્ટમાં રજૂ થયા. સીબીઆઈએ મનીષ સિસોદિયા તરફથી 3 દિવસની રિમાન્ડ માગી. સીબીઆઈએ કૉર્ટને કહ્યું કે સિસોદિયા તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.

મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)ની જામીન અરજી પર સીબીઆઈ કૉર્ટે આજે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે 10 માર્ચના 2 વાગ્યે કેસની સુનાવણી થશે. ખાસ સીબીઆઈ કૉર્ટ એમકે નાગપાલની કૉર્ટમાં મનીષ સિસોદિયા તરફથી વરિષ્ઠ વકીલ દયનકૃષ્ણાયન અને સિદ્ધાર્થ અગ્રવાર કૉર્ટમાં રજૂ થયા. સીબીઆઈએ મનીષ સિસોદિયા તરફથી 3 દિવસની રિમાન્ડ માગી. સીબીઆઈએ કૉર્ટને કહ્યું કે સિસોદિયા તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.

એક દવાના ચક્કરમાં અમારો એક દિવસ બગડ્યો...
સીબીઆઈએ કૉર્ટને કહ્યું કે સાક્ષીઓ સામે સિસોદિયાને બેસાડીને પૂછપરછ કરવી છે. કેટલાક દિલ્હી સરકારના ઑફિસર સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી. ષડયંત્રની તપાસ કરવી છે. કેટલાક ડિજિટલ એવિડેન્સ છે, તેમને રાખીને પૂછપરછ કરવી છે. જજએ સીબીઆઈ પાસેથી કેસ ડાયરી માગી અને પૂછ્યું કેટલા કલાક પૂછપરછ કરી છે? CBIએ કહ્યું કે એક દવાના ચક્કરમાં અમારો એક દિવસ ખરાબ થયો. સિસોદિયાએ તે દવાની માગ કરી હતી.

દરરોજ રાતે 8 વાગ્યા સુધી પૂછપરછ થાય છે
સિસોદિયાના વકીલે કહ્યું કે તપાસમાં સહયોગ નથી કરી રહ્યા એમ કહીને રિમાન્ડ આપવાનું ગ્રાઉન્ડ ન હોઈ શકે. સીબીઆઈએ કૉર્ટને માહિતી આપી કે સંપૂર્ણ પૂછપરછની રેકૉર્ડિંગ સીડીમાં છે. તે કૉર્ટમાં જોઈ ન શક્યા. સીબીઆઈએ કૉર્ટમાં માહિતી આપવામાં આવી કે રોજ રાતે 8 વાગ્યા સુધી પૂછપરછ થાય છે. એક દિવસ આખો સુપ્રીમ કૉર્ટમાં ગયો. સીબીઆઈએ કહ્યું કે કેટલાક દસ્તાવેજ મિસિંગ છે, જે તાબે લેવા છે.

જ્યાં સુધી તે ગુનો કબૂલ ન કરી લે, શું ત્યાં સુધી કસ્ટડી જોઈશે?
મનીષ સિસોદિયાના વકીલે કહ્યું કે જ્યાં સુધી તે ગુનો કબૂલ ન કરી લે, શું ત્યાં સુધી તેમને કસ્ટડી જોઈએ છે? સિસોદિયાના વકીલે કહ્યું કે અનેક મહિનાઓ સુધી ધરપકડ ન કરી, હવે એકાએક ધરપકડ કરી અને રિમાન્ડ વધારવાની માગ કરી રહ્યા છે. હવે ક્યાંથી બધી વસ્તુઓ એકાએક કેવી રીતે મળવા માંડી. અમે હાઈકૉર્ટમાં ધરપકડને ચેલેન્જ કરી છે. આના પર જજે કહ્યું કે શું તમે રિમાન્ડને પણ ચેલેન્જ કરી છે? કૉર્ટે કહ્યું કે જો તમને લાગે છે કે રિમાન્ડના આદેશ ખોટા છે તો તેને હાઈકૉર્ટમાં પડકાર આપો.

તમે સિસોદિયાનો સામનો કોની સામે કરાવવા માગો છો?
સિસોદિયાના વકીલે કહ્યું કે તેમની પત્નીનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ છે, છેલ્લા 20 વર્ષથી ગંભીર બીમારીથી ગ્રસ્ત છે. સિસોદિયા ક્યાંય ભાગી નથી રહ્યા. પહેલાવાળા ગ્રાઉન્ડના આધારે હવે ફરી CBI ત્રણ દિવસ રિમાન્ડ વધારવાની માગ કરી રહી છે. સીબીઆઈ કહે છે કે તે તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. જવાબ નથી આપી રહ્યા. પહેલા જેવા સમાન ગ્રાઉન્ડના આધારે CBI રિમાન્ડ વધારવાની માગ નહીં કરી શકે. સીબીઆઈની રિમાન્ડ કૉપીમાં કંઈક ઠોસ નથી. તે જૂના આરોપ છે.

કૉર્ટે સીબીઆઈને પૂછ્યું કે તમે મનીષ સિસોદિયાનો કોની સાથે સામનો કરાવવા માગો છો? સીબીઆઈએ કહ્યું કે અમે કૉર્ટમાં નથી જણાવી શકતા. સિસોદિયાના વકીલે કહ્યું કે સુપ્રીમ કૉર્ટે કહ્યું કે, તમે કલમ 32 હેઠળ અહીં આવી નથી શકતા...પણ તમે અન્ય કાયદાકીય સમાધાન લઈ શકે છે. મનીષ સિસોદિયાને છોડી દેવામાં આવે. હોળી પછી 9 માર્ચના મનીષ સિસોદિયા ફરી તપાસમાં સામેલ થઈ જશે. આ મામલે સીબીઆઈએ કહ્યું કે, સિસોદિયાની જામીન આપવા પર જવાબ આપવા માટે તેમને 15 દિવસનો સમય જોઈએ. તેના પછી સીબીઆઈ કૉર્ટે આ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે 10 માર્ચે 2 વાગ્યે કેસની સુનાવણી થશે. 

આ છે કેસ
દિલ્હી શરાબ નીતિ મામલે આરોપી આમ આદમી પાર્ટી (આમ આદમી પાર્ટી)ના નેતા હાલ સીબીઆઈ રિમાન્ડમાં છે. આ મામલે મનીષ સિસોદિયાએ જામીન માટે અરજી કરી છે. પૂર્વ ઉપમુખ્યમંત્રી રાષ્ટ્રીય રાજધાની માટે એક શરાબ નીતિ તૈયાર કરવામાં ભ્રષ્ટાચાર આરોપનો સામનો કરી રહ્યા છે. આ શરાબ નીતિને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના દ્વારા કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) તપાસના આદેશ આપ્યા બાદ રદ કરી દેવામાં આવ્યા હતા.

51 વર્ષીય મનીષ સિસોદિયાને સીબીઆઈએ રવિવારે સાંજે 2021-22 માટે રદ કરવામાં આવેલી શરાબ નીતિના નિર્માણ અને કાર્યાન્વયનમાં કહેવાતા ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તો દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન હાલ મની લૉન્ડ્રિંગના કેસમાં તિહાડ જેલમાં છે. તેમણે મંગળવારે દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો : મુંબઈમાં ૨૦૨૨માં સાઇબર ક્રાઇમમાં ૭૦ ટકાનો વધારો : દેવેન્દ્ર ફડણવીસ

પોતાની ધરપકડના એક દિવસ પછી સિસોદિયાએ સીબીઆઈના પગલાંને સુપ્રીમ કૉર્ટ (Supreme Court)માં પડકાર આપ્યા હતા. આ મામલે કૉર્ટ પાસેથી તેમને કહ્યું કે તેમને ઉચ્ચ ન્યાયાલય જવું જોઈતું હતું, જેના પછી સિસોદિયાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી અને કહ્યું કે તે નીચલી અદાલતમાં જશે.

national news delhi news new delhi manish sisodia supreme court