Tripura New CM: માણિક સાહા બનશે ત્રિપુરાના નવા મુખ્યપ્રધાન

14 May, 2022 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ત્રિપુરામાં બિપ્લબ દેબના રાજીનામા બાદ હવે ભાજપે માણિક સાહા(Manik Saha)ને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે.

તસવીર (ટ્વિટર)

ત્રિપુરામાં બિપ્લબ દેબના રાજીનામા બાદ હવે ભાજપે માણિક સાહા(Manik Saha)ને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાહાના નામ પર મહોર મારવામાં આવી હતી. બિપ્લબ દેબના રાજીનામા બાદ ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી જેમાં માણિક સાહાનું નામ પણ સામેલ છે. આખરે તમામ નેતાઓએ સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા. જે બાદ હવે તેઓ જલ્દી શપથ લઈ શકે છે અને સીએમ પદ સંભાળી શકે છે. માણિક સાહા રાજભવન જવા રવાના થઈ ગયા છે.

નોંધનીય છે કે માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે. પાર્ટીએ ચૂંટણીના એક વર્ષ પહેલા જ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ત્રિપુરામાં બીજેપી નેતાઓને છોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને તેની પાછળનું કારણ બિપ્લબ દેબને જણાવવામાં આવી રહ્યું હતું.

હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ બિપ્લબ દેબે રાજીનામું આપ્યું
આ પહેલા શુક્રવારે 13 મેના રોજ બિપ્લબ દેબ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠકના માત્ર 24 કલાક બાદ 14 મેના રોજ તેઓ રાજ્યપાલ પાસે ગયા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું. રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે સ્પષ્ટ કર્યું કે તેમણે આ નિર્ણય હાઈકમાન્ડના કહેવા પર જ લીધો છે. સાથે જ તેમણે કહ્યું કે પાર્ટી તેમના માટે સર્વોપરી છે અને પાર્ટી તરફથી તેમને જે પણ જવાબદારી મળશે, તેઓ તેને નિભાવશે.

national news tripura