નાસાનું મિશન મંગળ

21 February, 2021 11:29 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાસાનું મિશન મંગળ

નાસાના મંગળ મિશન માર્શ - ૨૦૨૦ અંતર્ગત મોકલવામાં આવેલા સ્પેસક્રાફ્ટ પર્સિવરન્સને ગુરુવારે સફળતાપૂર્વક મંગળ પર ઉતારવામાં આવ્યું હતું. સ્કાય ક્રેન દ્વારા રોવરને મંગળ પર ઉતારવામાં આવ્યું હતું. આ ૭ મિનિટને આંતકની ૭ મિનિટ પણ કહેવામાં આવી હતી. યાને ઉતરાણ કર્યાના ૨૪ કલાક બાદ આ ફોટો શૅર કરવામાં આવ્યા હતા. (તસવીર: એ.એફ.પી.)

શુક્રવારે વહેલી સવારે યુએસ સ્પેસ એજન્સી નાસાના રોવર ‘પર્સિવરન્સ’ સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઊતર્યા પછી ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના વડા સિવને મોડી સાંજે કહ્યું કે ભારતની મંગલયાન-2 ‘રેડ પ્લૅનેટ’ માટે ‘ઑર્બિટર’ હોવાની સંભાવના છે. ઇસરોના વડાએ મંગલયાન-2 માટે કોઈ ચોક્કસ સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો નથી. જોકે તેમણે કહ્યું હતું કે ભારતીય અવકાશ એજન્સીનું મંગળ પરનું આગામી મિશન ચંદ્રયાન-3 પછી મોકલવામાં આવશે.

national news nasa