શરાબ માટે યુવક ચડી ગયો થાંભલે, નહીં મળે તો આત્મહત્યાની ધમકી

01 May, 2020 05:26 PM IST  |  Bareily | Gujarati Mid-day Online Correspondent

શરાબ માટે યુવક ચડી ગયો થાંભલે, નહીં મળે તો આત્મહત્યાની ધમકી

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના સંકટ દરમ્યાન ઉત્તર પ્રદેશનમાં બરેલીમાં એક વિચિત્ર ઘટના બની હતી. શરાબનું સેવન કરવા માટે આકુળ વ્યાકુળ થયેલો એક વ્યક્તિ થાંભલા પર ચડીને શરાબની માગણી કરવા લાગ્યો અને જો શરાબ નહીં મળે તો ત્યાંની કુદીને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો હતો. આ ઘટનાથી વિસ્તારના લોકો ગભરાઈ ગયા હતા અને તેમને પોલીસને જાન કરી હતી. પોલીસે ઘટનાસ્થલે પહોચીને યુવકને નીચે ઉતારવા માટે યુક્તિ વાપરી હતી. ગુરૂવારે સાંજે આ હાઈક્લાસ ડ્રામા લગભગ એક કલાક ચાલ્યો હતો.

આ ઘટનાની માહિતિ આપતા કોતવાલીના એસએચઓ ગીતેશ કપિલે કહ્યું હતું કે, યુવક થાંભલા પર ચડીને ધમકી આપતો હતો કે જો તેને શરાબ આપવામાં નહીં આવે તો તે ત્યાંથી કુદીને આત્મહત્યા કરશે. બહુ સમજાવ્યા પછી તેને નીચે ઉતારવામાં પોલીસને સફળતા મળી હતી. નીચે ઉતારવા માટે અમે તેને વાયદો આપ્યો હતો કે તે નીચે આવશે એટલે અમે તેને શરાબ આપીશું. પરંતુ નીચે ઉતાર્યા બાદ તેને ઠંડુ પાણી અને ખાવાનું આપ્યું હતું અને શરાબ નહીં. શરાબ આપવાનો ફખ્ત વાયદો જ કર્યો હતો. રાજ્યમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ છે અને અમે લૉકડાઉનના નિયમોનું યોગ્ય પાલન કર્યું હતું. યયુવકના વર્તાવ પરથી લાગતું હતું કે તે માનસિક રીતે અસ્થિર છે. અમે તેની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.

coronavirus covid19 uttar pradesh bareilly