25 April, 2025 08:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડિયો સોશ્યલ મીડિયા: એક વ્યક્તિ દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક લઈને જઈ રહી છે
પહલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોનાં મૃત્યુ થયાં એના બે દિવસ બાદ એક એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં દેખાય છે કે એક વ્યક્તિ દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક લઈને જઈ રહી છે. હાઈ કમિશનની બહાર ઊભા રહેલા મીડિયાના પત્રકારોએ આ વ્યક્તિનો પીછો કર્યો હતો અને તેને સવાલ પૂછ્યા હતા,
પણ એકેય સવાલનો તેણે જવાબ આપ્યો નહોતો. પત્રકારોએ વારંવાર પૂછ્યું હતું કે આ ઉજવણી શેના માટે છે, કેક શેના માટે છે? જોકે તેણે જવાબ આપવાનું ટાળી દીધું હતું.