મમતા બૅનરજીએ રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિ બોલપુરથી ભાષા-આંદોલનનો આરંભ કર્યો

29 July, 2025 10:42 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાંએ અગાઉ કથિત હુમલાઓને રાષ્ટ્રીય તાણાવાણામાંથી બંગાળી ઓળખ ભૂંસી નાખવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે બીરભૂમ જિલ્લાના બોલપુરથી તેમનું બહુચર્ચિત ‘ભાષા આંદોલન’ શરૂ કર્યું હતું.

દેશભરમાં સ્થળાંતર કરનારા બંગાળીભાષીઓ પરના હુમલાઓના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે બીરભૂમ જિલ્લાના બોલપુરથી તેમનું બહુચર્ચિત ‘ભાષા આંદોલન’ શરૂ કર્યું હતું. તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાંએ અગાઉ કથિત હુમલાઓને રાષ્ટ્રીય તાણાવાણામાંથી બંગાળી ઓળખ ભૂંસી નાખવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

હાથમાં રવીન્દ્રનાથ ટાગોરનું ચિત્ર પકડીને મમતા બૅનરજીએ શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું.

west bengal mamata banerjee national news news political news