વાડ્રાના સમર્થનમાં મમતા બેનર્જી, ECમાં કરશે ફરિયાદ

07 February, 2019 10:52 AM IST  | 

વાડ્રાના સમર્થનમાં મમતા બેનર્જી, ECમાં કરશે ફરિયાદ

રૉબર્ટ વાડ્રાના સમર્થનમાં મમતા

પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી રોબર્ટ વાડ્રાના સમર્થનમાં છે. વાડ્રાને EDની પૂછપરછ મુદ્દે મમતાએ મોદી સરકાર પર સાધ્યા નિશાન. દરમિયાન મમતાએ કહ્યું કે આખું વિપક્ષ રૉબર્ટ વાડ્રાની સાથે છે. મમતાએ આરોપ મૂક્યો કે વાડ્રાને રાજકીય કારણોને લીધે ફસાવવામાં આવે છે.

વાડ્રાના સમર્થનમાં ઉતરી મમતા

સરકાર પર નિશાન સાધતા મમતાએ કહ્યું કે ભાજપ જાણીજોઈને એવું કરે છે, જેના કારણે ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરી શકે. મમતાએ આગળ કહ્યું, "ભાજપનો એ પ્રયત્ન છે કે વિપક્ષ એકજૂટ ન થઈ શકે. તેથી તે કોઈને કોઈ EDની નોટિસો મોકલે છે, પણ બધી વિપક્ષી પાર્ટી એકજૂટ છે" વાડ્રાનું સમર્થન કરતા તેણે કહ્યું કે, "આ માત્ર રાજનૈતિક ષડયંત્ર છે. આ કોઈ ગંભીર બાબત નથી. અહીં કેટલાયને નોટિસો મોકલવામાં આવે છે, પણ અમે બધાં સાથે છીએ, એકજૂટ છીએ."

ચૂંટણી પંચને કરશે ફરિયાદ

મમતાએ કહ્યું કે ચૂંટણી પંચને ફરિયાદ કરશું કે વિપક્ષની છબિ ખરાબ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓને ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તે 14 ફેબ્રુઆરીના રોજ દિલ્હી જશે અને પીએમ મોદી વિરુદ્ધ વિપક્ષના કાર્યક્રમમાં ભાગ લેશે.

EDએ છ કલાક સુધી કરી વાડ્રા સાથે પૂછપરછ

ઉલ્લેખનીય છે કે બેનામી સંપતિ મામલે ન્યાયાલયના આદેશ અનુસાર બુધવારે સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા ED સામે રજૂ થયા. તપાસ એજન્સીએ તેને લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી. બીકાનેરના જમીન કૌભાંડમાં તેમને 12 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે ED સામે રજૂ થવાનું છે. આજે ફરી વાડ્રા ED સમક્ષ થશે રજૂ.

આ પણ વાંચો : EDના દરોડા અંગે વાડ્રાનું નિવેદન,'મારા બાળકોને અને પરિવારને પરેશાન કરાઈ રહ્યાં છે'

મમતા VS CBI મામલે રાહુલે કર્યું સમર્થન

નોંધનીય છે કે આ અઠવાડિયે રવિવારે કોલકાતાના પોલીસ રાજીવ કુમારને સીબીઆઈની પૂછપરછ વિરુદ્ધ પણ મમતા બેનર્જીએ ધરણાં કર્યા હતા. તેના સમર્થનમાં રાહુલ ગાંધી સહિત કેટલાય વિપક્ષી દળના નેતાઓ ઉતર્યા હતા. રાહુલે ટ્વિટ કરીને કહ્યું કે, "અમે તેમની સાથે ખભે ખભો મેળવીને ઊભા છીએ."

mamata banerjee robert vadra sonia gandhi rahul gandhi national news