વિજય માલ્યાએ તિરુપતિમાં ૧ કરોડનું સોનું ચડાવ્યું

19 December, 2012 03:13 AM IST  | 

વિજય માલ્યાએ તિરુપતિમાં ૧ કરોડનું સોનું ચડાવ્યું


તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઑફિસર સી. રમન્નાએ કહ્યું હતું કે મંદિરમાં પૂજા કર્યા બાદ વિજય માલ્યાએ સોનું ચઢાવ્યું હતું.

અગાઉ ગયા ઑગસ્ટ મહિનામાં માલ્યાએ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલા કુક્કે સુબ્રમણ્યમ મંદિરને ૮૦ લાખ રૂપિયાની કિંમતનો ગોલ્ડ-પ્લેટેડ દરવાજો દાનમાં આપ્યો હતો.