મહિલાઓની જેમ હવે પુરૂષોને પણ મળશે ચાઈલ્ડ કેર લીવ

27 December, 2018 08:58 PM IST  | 

મહિલાઓની જેમ હવે પુરૂષોને પણ મળશે ચાઈલ્ડ કેર લીવ

કેંદ્ર સરકારે પુરૂષ કર્મચારીઓને આપી ભેટ

કેંદ્ર સરકારે પુરૂષ કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે કેંદ્રીય કર્મચારીઓની મળતી રજાઓ મામલે સંશોધન કર્યું. જે બાદ હવે પુરૂષોને પણ બાળકની સારસંભાળ રાખવા માટે રજા મળશે. પહેલા આ માટે માત્ર મહિલાઓને જ રજા મળતી હતી.

કેંદ્ર સરકારે હવે પુરૂષ કર્મચારીઓ માટે 730 દિવસની ચાઈલ્ડ કેર લીવનું એલાન કર્યું છે. જેના અંતર્ગત સિંગલ ફાધર એટલે કે વિધુર કર્મચારીઓ જેમના બાળકો 18 વર્ષથી નાના હોય તેમને આ સુવિધા આપવામાં આવશે. જેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે અન્ય રજાઓના માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે સાતમાં પગાર પંચે પોતાના અહેવાલમાં એકલા હાથે જે સંતાનોનો ઉછેર કરી રહ્યા હોય તેવા પિતાને રજા આપવાની ભલામણ કરી હતી. અત્યાર સુધી આ રજા માત્ર મહિલા કર્મચારીઓને જ આપવામાં આવતી હતી.

દરેક દેશમાં અલગ વ્યવસ્થા

તરૂણ બાળકની દેખરેખ રાખવા માટે કર્મચારીઓને રજા આપવાની વ્યવસ્થા અનેક દેશોમાં લાગૂ છે. ઔદ્યોગિક રૂપથી સંપન્ન એવો અમેરિકા એકમાત્ર એવો દેશ છે જ્યા પગાર સાથે રજા લેવાની વ્યવસ્થા નથી. પરંતુ પરિવાર અને આરોગ્ય કાયદા અંતર્ગત કંપની કર્મચારી 12 અઠવાડિયાની પગાર વગર રજા લઈ શકે છે.