શા માટે છે આ માસ્ક્સમાં હોઠ દેખાય એવી સગવડ?

21 September, 2020 09:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે છે આ માસ્ક્સમાં હોઠ દેખાય એવી સગવડ?

તસવીર સૌજન્યઃ રયુટર્સ

કોરોનાને લીધે આપણી જીવનશૈલીમાં ઘણો ફરક પડ્યો છે, અને આ ફેરફાર ટૂંકા સમય માટે નહીં પરંતુ લગભગ હંમેશા માટે ‘ન્યુ નોર્મલ’ ગણાશે.

સોશ્યલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતા, હાથને વારંવાર સેનિટાઈઝ કરવા, માસ્ક પહેરવું વગેરે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ એવા માસ્ક પણ બનાવવામાં આવે છે જેમાં તમારા હોઠને જોઈ શકાય. તમને ખબર છે આવા પ્રકારના માસ્ક કેમ બનાવવામાં આવે છે?

આવા માસ્ક જોતા પ્રશ્ન થાય કે શા માટે છે આ માસ્ક્સમાં હોઠ દેખાય એવી સગવડ?, લિપસ્ટિક છે કારણ કે કંઇ બીજું? આ દરેક પ્રશ્નોનો જવાબ એ છે કે જે લોકો સાંભળી શકતા નથી તેઓ લિપ્સ મુવિંગથી સામી વ્યક્તિ શું બોલે છે તે સમજે છે. હવે માસ્ક ફરજિયાત થતા આ લોકોને સામી વ્યક્તિની વાત સમજવામાં મુશ્કેલી તો થશે જ. તેથી જ આવા પ્રકારના માસ્ક બનાવવામાં આવે છે.

વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ વિશ્વમાં પાંચ ટકાથી પણ વધુ લોકો બેરા છે અથવા ઓછુ સાંભળે છે. એક અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં 90 કરોડથી પણ વધુ લોકોને કાન સંબંધિત બિમારીઓ હશે આથી ભવિષ્યનો પણ વિચાર કરતા આવા માસ્ક કેટલા મહત્વના છે તે તમે સમજી શકો છો. વિશ્વના દરેક ખૂણે આવા પ્રકારના માસ્ક બનાવવામાં આવી રહ્યા છે.

world health organization coronavirus covid19