મેજર જનરલ પર યૌન ઉત્પીડનના આરોપ, આર્મી કોર્ટનો બરખાસ્ત કરવાનો આદેશ

24 December, 2018 07:24 PM IST  | 

મેજર જનરલ પર યૌન ઉત્પીડનના આરોપ, આર્મી કોર્ટનો બરખાસ્ત કરવાનો આદેશ

આર્મી જનરલ પર લાગ્યા યૌન ઉત્પીડનના આરોપ(પ્રતિકાત્મક તસ્વીર)

વેસ્ટર્ન કમાંડ ચંડીમંદિરમાં આર્મી કોર્ટે એક કેપ્ટન રેંકની મહિલા અધિકારીની ફરિયાદ બાદ ફરજ બજાવી રહેલા એક મેજર જનરલને બરખાસ્ત કરવાના આદેશ આપ્યા છે. મહિલા અધિકારીએ આર્મી કોર્ટમાં યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી.

આ મામલો એ સમયનો છે, જ્યારે મેજર જનરલ એમ એસ જસવાલ અસર રાઈફલ નાગાલેંડમાં ઈંસ્પેક્ટર જનરલના પદ પર તહેનાત હતા. એ જ સમય જજ એડવોકેટ જનરલ બ્રાંચના મહિલા કેપ્ટને પોતોના સીનિયર અધિકારીઓની સામે યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તેમના સીનિયર અધિકારી જસવાલે આધિકારીક કામના નામ પર તેમના મોડી સાંજે પોતાના રૂમમાં બોલાવ્યા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.

આર્મીની તપાસમાં દોષી જણાયા અધિકારી


ફરિયાદ બાદ આર્મી કોર્ટે મેજર જનરલ એમ એસ જસવાલની સામે આર્મી એક્ટ અંડર સેક્શન-65 અને ઈંડિયન પીનલ કોડના સેક્શન 357 અંતર્ગત કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મામલાની તપાસ બાદ આર્મીએ દોષીઓની સામે આર્મી એક્ટના સેક્શન 45 અંતર્ગત કોર્ટ માર્શલની કાર્રવાઈ શરૂ કરી. કોર્ટ માર્શલની કાર્રવાઈ એંજીનિયરિંગ બ્રિગેડના હેડક્વાર્ટરમાં 18 જૂનથી શરૂ થઈ હતી. કોર્ટ માર્શલના નિર્ણય પર આર્મી ચીફની મહોર લાગવાની બાકી છે.

જસવાલે ફગાવ્યા હતા તમામ આરોપો

કોર્ટ માર્શલના પ્રી ટ્રાયલ પ્રોસિડિંગ્યમાં મેજર જનરલ એમ એલ જસવાલે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા બતાવ્યા હતા. તેમએ કહ્યું હતું કે તેમનો આર્મીમાં ટોચના સ્તર પર ચાલી રહેલી લડાઈમાં મોહરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય ખોટો છે અને તેઓ તેમની સામે આગળ અપીલ કરશે. કોર્ટ માર્શલ દરમિયાન મેજર જનરલ રેંકના અધિકારીને અંબાલા અટેચ કરી દેવામાં આવ્યા હતા. મેજર જનરલે કોર્ટ માર્શલની આ કાર્રવાઈને આર્મી ફોર્સ ટ્રિબ્યૂનલના દિલ્લી બેચમાં ચેલેંજ પણ કર્યો છે.

અસમ રાઈફલમાં પોતાની ટર્મ પુરી કરવાના હતા જસવાલ

પહેલા મેજ જનરલને અનુશાસનાત્મક કાર્રવાઈ માટે રાંચી આવેલા ઈસ્ટર્ન કમાંડની 17 કોર્પ્સની સાથે અટેચ કરવામાં આવ્યા હતા. જદે બાદ આ મામલાને વેસ્ટર્ન કમાંડને સોંપવામાં આવ્યો હતો. મેજર જનરલ જસવાલ પર આ આરોપો એવા સમયે લાગ્યા, જ્યારે તેઓ અસમ રાઈફલમાં પોતાની ટર્મ પુરી કરવાના હતા અને સેંટ્રલ કમાંડમાં તેમની નિમણુક લેફ્ટનેંટ જનરલના પદ પર ચીફ ઑફ ધ સ્ટાફના રૂપમાં થવાની હતી.

indian army