મૈનપુરીમાં સમાજવાદી પાર્ટીનાં ડિમ્પલની શાનદાર જીત

09 December, 2022 10:52 AM IST  |  Mainpuri | Gujarati Mid-day Correspondent

સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી આ સીટ પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવની પાસે હતી

ડિમ્પલ યાદવ

સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર ડિમ્પલ યાદવે ગઈ કાલે મૈનપુરી સંસદીય પેટાચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. તેમણે બીજેપીના રઘુરાજ સિંહ શક્યને ૨,૮૮,૪૬૧ મતના માર્જિનથી હરાવ્યા હતા.

સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી આ સીટ પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવની પાસે હતી. દસમી ઑક્ટોબરે તેમના નિધનના કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં મુલાયમ સિંહ યાદવે બીજેપીના ઉમેદવાર પ્રેમ સિંહ શક્યને હરાવીને મૈનપુરી બેઠક જીતી હતી.

બીજેપીએ પહેલી વખત આઝમ ખાનનો ગઢ રામપુર સદર વિધાનસભા બેઠક જીતી છે, જ્યારે ખટૌલી બેઠક પર સમાજવાદી પાર્ટીના સાથી રાષ્ટ્રીય લોકદળનો વિજય થયો છે.

રામપુર સદરમાં બીજેપીના ઉમેદવાર આકાશ સક્સેનાને ૬૨ ટકા મત મળ્યા હતા, જ્યારે આઝમ ખાનના સાથી અસિમ રાજાને ૩૬.૧૬ ટકા વોટ મળ્યા હતા, જ્યારે ખટૌલીમાં રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર મદન ભૈયાએ બીજેપીનાં ઉમેદવાર રાજકુમારી સૈનીને ૨૨,૦૦૦ મતના માર્જિનથી હરાવ્યા હતા.

national news samajwadi party mulayam singh yadav