બાપુને મહિષાસુર જેવા દેખાડ્યા, વિવાદ બાદ પ્રતિમામાં કરાયો સુધારો

04 October, 2022 08:52 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

વિરોધ પક્ષોના એક વર્ગ તેમ જ સોશ્યલ મીડિયાએ આ મુદ્દા પર ઘણો ઉહાપોહ મચાવ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ ગઈ કાલે કલકત્તાના દક્ષિણે આવેલા વિસ્તાર કસ્બા ખાતે મહિષાસુરની મહાત્મા ગાંધી જેવી મૂર્તિને કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 

વિરોધ પક્ષોના એક વર્ગ તેમ જ સોશ્યલ મીડિયાએ આ મુદ્દા પર ઘણો ઉહાપોહ મચાવ્યો હતો. રવિવારે સાંજે પોલીસે મધ્યસથી કરતાં અંતે આયોજકો નિર્દિષ્ટ ફેરફાર કરવા તૈયાર થયા હતા. જોકે આ ફેરફારો છતાં વિવાદ બંધ ન થતાં આયોજકો નારાજ થયા હતા.  

પૂજાના આયોજકોમાંના એક ચંદ્રચૂડ ગોસ્વામીએ એવો આક્ષેપ કર્યો હતો કે આ ફેરફારો કસ્બા પોલીસ સ્ટેશનમાંના સ્થાનિક પોલીસો દ્વારા બળજબરી કરાવવામાં આવ્યા હતા. પોલીસે જ મૂર્તિ પરથી ચશ્મા દૂર કરી એને વિગ પહેરાવીને મૂછ લગાવી દીધી હતી. પોલીસે અમને ધમકાવીને પૂજા બંધ કરાવી હતી. અંતે અમારે ફેરફારો સ્વીકારવા પડ્યા હતા, પરંતુ અમારો વિરોધ કાયમ રહેશે. 
પૂજાના આયોજકોનો એક વર્ગ વિરોધના ભાગરૂપે મૂર્તિને હટાવવા માગતો હતો, પરંતુ દૈત્યની હાજરી વિના પૂજા પૂર્ણ ન લેખાતી હોવાથી પરંપરાગત ધાર્મિક વિધિ માટે તેમણે બદલાયેલા દેખાવવાળી મૂર્તિ સાથે પૂજા ચાલુ રાખી હતી.

સ્થાનિક કસ્બા પોલીસ સ્ટેશનમાં ચંદ્રચૂડ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

national news durga puja kolkata