ગલવાન હીરો કર્નલ બી. એસ. બાબુને મરણોપરાંત મહાવીર ચક્ર

24 November, 2021 01:03 PM IST  |  News Delhi | Agency

સંતોષ બાબુએ ગયા વર્ષે જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં ચીનના હુમલાની વિરુદ્ધ મોરચો સંભાળ્યો હતો અને અભૂતપૂર્વ વીરતા દાખવી હતી.

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. બાબુનાં પત્ની બી સંતોષી અને માતા મંજુલાએ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો

બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઑફિસર કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુનું ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. સંતોષ બાબુએ ગયા વર્ષે જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં ચીનના હુમલાની વિરુદ્ધ મોરચો સંભાળ્યો હતો અને અભૂતપૂર્વ વીરતા દાખવી હતી. બાબુનાં પત્ની બી સંતોષી અને માતા મંજુલાએ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. 
ગલવાન ખીણમાં થયેલી લડાઈમાં ચાઇનીઝ દળોનો બહાદુરીથી સામનો કરતાં શહીદ થનારા ચાર અન્ય સૈનિકો-નાયબ હવાલદાર નુદુરામ સોરેન, હવાલદાર (ગનર) કે પલાની, નાયક દીપક સિંઘ અને સિપાહી ગુરતેજ સિંઘનું પણ મરણોપરાંત વીરચક્ર અવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. 
દરમ્યાન ઇન્ડિયન ઍરફોર્સના વડા ઍર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી અને નેવી વડા વાઇસ ઍડ્મિરલ આર. હરિકુમારને રાષ્ટ્રપતિના હસ્તે પરમ વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. બાબુનાં પત્ની બી સંતોષી અને માતા મંજુલાએ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો

national news