મહારાષ્ટ્રઃ ફડનવીસ સરકારે પ્રાપ્ત કર્યો વિશ્વાસમત

12 November, 2014 08:38 AM IST  | 

મહારાષ્ટ્રઃ ફડનવીસ સરકારે પ્રાપ્ત કર્યો વિશ્વાસમત



મુંબઈ,તા.12 નવેમ્બર

દેવેન્દ્ર ફડનવીસની સરકારે ધ્વનિ મતથી વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે.આ સમયે એનસીપીના ધારાસભ્યો ગેર હાજર રહ્યા હતા જયારે કોગ્રેંસ અને શિવસેનાના ધારાસભ્યોએ ભાજપ સરકાર વિરુધ્ધ વોટિંગ કર્યુ હતુ અને વિશ્વાસ મતનો વિરોધ કર્યો હતો.આ રીતે તમામ સસ્પેંસને દૂર કરીને આખરે ફડનવીસ સરકારે બહુમત પ્રાપ્ત કરી લીધો છે.

વિશ્વાસ મત હાસિલ કર્યો તે પહેલા ભાજપાના વરિષ્ઠ ધારાસભ્ય હરિભાઉ બાગડે આજે સર્વસમંતિથી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા.નવી રચાયેલી મહારાષ્ટ્ર વિધાનસભામાં બાગડેના નામની જાહેરાત અસ્થાઈ અધ્યક્ષ જીવા પાંડુ ગાવિતે કરી હતી.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ,એનસીપી નેતા અજીત પવાર.કોંગ્રેસી નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ,શિવસેના નેતા એકનાથ શિંદે અને પીડબ્લ્યુપીના વરિષ્ઠ ધારાસભ્ય ગણપાત્ર  દેશમુખ ઔંરંગાબાદ જિલ્લાના ફૂલભાંરીના ધારાસભ્ય બાગડેને અધ્યક્ષની ખુર્શી સુધી દોરી ગયા હતા.નિમ્ન સદનની સર્વોચ્ચ પંરપરાને કાયમ રાખતા અધ્યક્ષને કોઈપણ પ્રકારના વિરોધ વગર સર્વસમંતિથી પસંદ કરાતા સીએમ ફડનવીસે તમામ દળોનો આભાર વ્યકત કર્યો હતો.