મહારાષ્ટ્રના સોલાપુરમાં કાંદાનો ભાવ 200 રૂપિયાને પાર

09 December, 2019 11:45 AM IST  |  Solapur

મહારાષ્ટ્રના સોલાપુરમાં કાંદાનો ભાવ 200 રૂપિયાને પાર

કાંદા

ગરીબોની કસ્તૂરી કાંદાના ભાવ કેન્દ્ર સરકારના પ્રયાસ છતાં ઘટવાનું નામ નથી લેતા. ગરીબોની કસ્તૂરી ડૉલર અને પાઉન્ડ કરતાં પણ મોંઘી થઈ છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાવ ૨૦૦ રૂપિયા કિલોને પાર પહોંચી ગયો છે. આવી જ રીતે તમિલનાડુમાં પણ કિંમત ૨૦૦ રૂપિયા કિલોને પાર થઈ ગઈ છે.

સોલાપુરના વેપારીઓના મતે મહિનાના અંત સુધી આ કિંમતમાં ઘટાડો આવવાના અણસાર નથી. સોલાપુરમાં ૩૦૦ કિલો ડુંગળીનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. જોકે, રાજ્યના અન્ય બજારોમાં કિંમત ઓછી છે.

નાશિકના લાસલગાંવ એપીએમસીમાં કાંદાની કિંમત ૧૦૦ રૂપિયે કિલો છે. અહીં એવરેજ ભાવ ૭૦ રૂપિયે કિલો છે. લાસલગાંવ મહારાષ્ટ્રની કાંદાની સૌથી મોટી માર્કેટ છે.

ગોંડલ યાર્ડમાં ગત અઠવાડિયે કાંદાની સવા લાખ બોરીની આવક થઈ હતી. અગાઉ પણ યાર્ડમાં ૧.૫ લાખ બોરી કાંદા આવ્યા હતા. કાંદાના ભાવવધારાના કારણે આ વર્ષે ૧૫ રાજ્યોના વેપારીઓ ગોંડલ ખરીદવા માટે આવ્યા હતા.

આ પણ વાંચો : બાળ ઠાકરેના સ્મારક માટે ઔરંગાબાદમાં 1000 જેટલાં વૃક્ષો શા માટે કપાઈ રહ્યાં છે?

માર્કેટિંગ યાર્ડમાં આવેલો કાંદાનો મબલક માલ આગામી એક મહિનાની અંદર બજારમાં પહોંચે તેવી શક્યતા છે. કાંદાનો મોટો જથ્થો વિદેશથી પણ આયાત કરવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રાજ્યોની માગ મુજબ કાંદા આપવામાં આવશે.

maharashtra solapur onion prices