જ્ઞાતિ બહાર લગ્ન કરનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ

26 October, 2012 03:15 AM IST  | 

જ્ઞાતિ બહાર લગ્ન કરનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ



બહુ ઓછા લોકોને ખબર છે કે રાજ્ય સરકારે આંતરજ્ઞાતીય લગ્નને ઉત્તેજન આપવા માટે આ રીતે લગ્ન કરતાં દંપતીઓને ઉત્તેજન આપવા માટે પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવાનો નિયમ બનાવ્યો છે. આ યોજના હકીકતમાં ૧૯૯૫માં શરૂ થઈ હતી અને રાજ્યના ગવર્નમેન્ટ રેઝોલ્યુશન પ્રમાણે હિન્દુ, બ્રાહ્મણ, લિંગાયત, જૈન અને સિખ સમુદાયના સભ્યો વચ્ચે તેમ જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વચ્ચેના સભ્યોનાં લગ્ન આવા ઇનામને પાત્ર છે. આ યોજના શરૂ થઈ ત્યારે પંદર હજાર રૂપિયા ઇનામપેટે આપવામાં આવતા હતા. એ અંતર્ગત ચોવીસ દંપતીને આ ઇનામ આપવામાં આવ્યું છે. જોકે ૨૦૧૦ના ફેબ્રુઆરીમાં આ ઇનામની રકમ વધારીને પચાસ હજાર કરી દેવામાં આવી હતી અને કુલ ૯૯ દંપતીને ઇનામપેટે પચાસ-પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આમ રાજ્યના વેલ્ફેર ડિપાર્ટમેન્ટે છેલ્લાં બે વર્ષમાં આ રીતે ૧૨૩ દંપતીઓનાં લગ્ન પાછળ ૫૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.