શિવસેના વિધેયકોના સંકટ વચ્ચે શરદ પવારનો દાવો, `બરાબર ચાલે છે મહારાષ્ટ્ર સરકાર`

21 June, 2022 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પહેલા અમારા વિધેયકોને બોલાવીને હરિયાણામાં રાખવામાં આવ્યા હતા પણ પછી અમે સરકાર બનાવી અને સરકાર બરાબર ચાલી રહી છે."

શરદ પવાર (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલતા રાજનૈતિક સંકટ અને ડ્રામા વચ્ચે રાષ્ટ્રવાજી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવાર (Sharad Pawar)એ દાવો કર્યો છે કે, "મહારાષ્ટ્ર સરકાર સારી રીતે ચાલી રહી છે." તેમણે કહ્યું કે, "જે કંઈ થયું છે, તે અઢી વર્ષમાં ત્રીજું ઇન્સિડેન્ટ છે. આ પહેલા અમારા વિધેયકોને બોલાવીને હરિયાણામાં રાખવામાં આવ્યા હતા પણ પછી અમે સરકાર બનાવી અને સરકાર બરાબર ચાલી રહી છે."

એકનાથ શિંદે પર તેમણે કહ્યું, "ત્રણેય પાર્ટીમાં મુખ્ય જવાબદારી શિવસેનાની છે. ત્યાં કોને તક આપવી, એ તેમનો આંતરિક મામલો છે." ઉદ્ધ ઠાકરેના નેતૃતિવમાં કોઈ ફેરફારની જરૂરિયાત દેખાતી નથી. પવારે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં અમારો એક કેન્ડિડેટ જીતી શક્યો નથી પણ પાછા ગયા પછી અમે ચોક્કસ વાત કરશું. તેમણે કહ્યું, પહેલા પણ ક્રૉસ વૉટિંગ થઈ છે.

પવારે કહ્યું કે પ્રેસિડેન્શિયલ ઉમેદવાર પર ચર્ચા  માટે હું અહીં છું. 2.30 વાગ્યે તેના પર મીટિંગ છે. મને અહીંની સ્થિતિ જોયા પછી કંઇક રસ્તો નીકળશે આ વિશ્વાસ છે.

પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીની બપોરે બેઠક બોલાવવામાં આવી છે. આ શિવસેનાનો આંતરિક મામલો છે. તેમણે કહ્યું કે સાંજે મહારાષ્ટ્ર જઇશ. આની સાથે જ એનસીપી ચીફે કહ્યું કે તેમની હાલ કોઈપણ વિધેયક સાથે વાત નથી થઈ. તેમણે કહ્યું, "શિવસેના, કૉંગ્રેસ અને અમે સાથે છીએ. શિવસેના જ્યાં સુધી નહીં જણાવે કે તકલીફ શું છે ત્યાં સુધી અમે પગલાં નહીં ઉઠાવીએ. સાંજે શિવસેના સાથે મુલાકાત થશે પછી ખબર પડશે કે વાંધો શું છે?"

national news maharashtra shiv sena sharad pawar