આગરાના મુગલ મ્યૂઝિયમને છત્રપતિ શિવાજીના નામે કરતા ફડણવીસે કર્યું ટ્વીટ

15 September, 2020 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આગરાના મુગલ મ્યૂઝિયમને છત્રપતિ શિવાજીના નામે કરતા ફડણવીસે કર્યું ટ્વીટ

આગરાના મુગલ મ્યૂઝિયમને છત્રપતિ શિવાજીના નામે કરતા ફડણવીસે કર્યું ટ્વીટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગરાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ કરી દીધું છે. મુખ્યમંત્રીએ વીડિયો કૉન્ફરેન્સિંગ દ્વારા આગરા મંડળના વિકાસ કાર્યોની સમીક્ષા દરમિયાન આને પરવાનગી આપી છે. તો બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથના આ નિર્યણનું મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને સ્વાગત કર્યું છે.

દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે કે, "જય જિજાઉ, જય શિવરાય, છત્રપતિ શિવાજી મહારાજની જય" જણાવવાનું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આગરામાં નિર્માણાધીન મુગલ મ્યૂઝિયમ, છત્રપતિ શિવાજી મહારાજના નામે સ્થાપિત થશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને પોષિત કરનારી છે. ગુલામીની માનસિકતાના પ્રતીક ચિહ્નોને છોડી, રાષ્ટ્ર પ્રત્યે ગૌરવબોધ કરાવતા વિષયોને પ્રોત્સાહન આપવાની જરૂર છે યોગીએ કહ્યું કે આપણા નાયક મુગલ ન હોઈ શકે, શિવાજી મહારાજ આપણાં નાયક છે.

જણાવવાનું કે તાજમહેલના પૂર્વ ગેટ પર બનતાં મુગલ મ્યૂઝિયમમાં મુગલ વૈભવ સાથે છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી વસ્તુઓ અને દસ્તાવેજો પણ જોવા મળશે. આ પહેલા લખનઉમાં પ્રમુખ સચિવ પર્યટન જિતેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આગરાના પર્યટન અધિકારીઓને છત્રપતિ શિવાજી માટે મ્યૂઝિયમમાં ગેલરી બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ફિલ્મ અભિનેત્રી કંગનાનું પણ સીએમ યોગી આદિત્યનાથના નિર્ણયને સમર્થન
સીએમ યોગી આદિત્યના આગરામાં મુગલ સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી સંગ્રહાલય રાખવાના નિર્ણય કંગના રણોત સમર્થન કર્યું છે. કંગનાએ પોાના પૂર્વજોના સંબંધ શિવાજી મહારાજ સાથે જમાવ્યો છે. કંગના રણોતના મહારાષ્ટ્ર સરકાર સાથેનો વિવાદ પણ જળવાયેલો છે. આ દરમિયાન તેણે પોતાના પૂર્વજોના સંબંધ છત્રપતિ શિવાજી મહારાજથી જણાવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે આગરાના મુગલ સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામે હશે.

national news agra kangana ranaut devendra fadnavis