મહારાષ્ટ્રમાં દિલ્હી જેવી પરિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા દેખાય છે

18 October, 2014 04:15 AM IST  | 

મહારાષ્ટ્રમાં દિલ્હી જેવી પરિસ્થિતિ નિર્માણ થવાની શક્યતા દેખાય છે


રવિકિરણ દેશમુખ

રાજ્યના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે તૈયાર કરેલા અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં BJPને ૧૧૦ની આસપાસ અને શિવસેનાને લગભગ ૬૦  વિધાનસભા સીટો મળે એવું અનુમાન હોવાથી રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા  આવે એવી શક્યતા છે. પરિણામે BJPએ નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો ટેકો લેવો પડે એવી શક્યતા ઊભી થાય. આ સાથે જ BJP વિનાનો ફ્રન્ટ આકાર લે એવી શક્યતાઓને પણ નકારી શકાય એમ નથી એવું રાજકીય વતુર્ળોનાં સૂત્રો જણાવે છે.ગુપ્તચર એજન્સીના અહેવાલ મુજબ કૉન્ગ્રેસને ૫૦-૫૫ સીટો મળશે, જ્યારે NCPને લગભગ ૪૯ સીટો મળશે. એ બન્ને પાર્ટી મળીને લગભગ ૯૦ સીટો જીતશે. રાજ્યની વિધાનસભામાં ૨૮૮ સીટો છે.અહેવાલ જણાવે છે કે BJP વિદર્ભ વિસ્તારમાં અન્ય પાર્ટીઓને ધૂળ ચટાડશે અને લગભગ ૩૯ સીટો જીતશે. જોકે કોંકણમાં પક્ષનો સારો દેખાવ નહીં થાય. મુંબઈ અને થાણેમાં કુલ ૬૦ સીટોમાંથી BJPએ માત્ર ૧૨ સીટોથી  સંતોષ માનવો પડશે, પરંતુ મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ માને છે કે BJPને અહીં ૧૬થી ૧૮ સીટો મળી શકે છે.

મરાઠવાડા વિસ્તારમાં ૪૬માંથી BJPને ૧૫ સીટ, જ્યારે શિવસેનાને ૭ સીટો મળવાનું અનુમાન છે. ઉત્તર મહારાષ્ટ્રમાં BJPને ૧૨ સીટો મળશે એવી ધારણા સેવાય છે, પરંતુ નાશિકમાં શિવસેના ચોક્કસ સારો દેખાવ કરશે. ત્યાં પક્ષ ૭ સીટો જીતે એવી શક્યતા છે. મુંબઈ, થાણે અને કોંકણમાં શિવસેના સારો દેખાવ કરશે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં BJPને ૧૬ સીટો અને શિવસેનાને ૧૧ સીટો મળવાનું અનુમાન છે.અહેવાલમાં MIMને ૩ સીટો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે.અહેવાલ મુજબ કૉન્ગ્રેસને ઉત્તર મહારાષ્ટ્રમાં ૪, વિદર્ભમાં મુશ્કેલીથી ૬, મરાઠવાડામાં ૭, પશ્ચિમ મહારાષ્ટ્રમાં ૯, મુંબઈ, થાણે અને કોંકણમાં ૧૨ સીટો મળશે. NCPને ઉત્તર મહારાષ્ટ્રમાં ૪, વિદર્ભમાં ૪, મરાઠવાડામાં ૮ અને પિમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૫ સીટો મળવાનું અનુમાન છે. મુંબઈ, થાણે અને કોંકણમાં પક્ષ પાંચ સીટો જીતશે.પીઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટી ૩ સીટો, CPI અને CPM બન્ને એક-એક, જ્યારે હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડી બે સીટો જીતે એવું અનુમાન છે. આ અહેવાલ પરથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કામ જટિલ બનશે. ખાસ કરીને શિવસેનાના મુખપત્ર ‘સામના’માં વાપરવામાં આવી રહેલી ભાષાને જોતાં BJP શિવસેનાનો ટેકો લે એવી શક્યતા નહીંવત્ છે. આવી પરિસ્થિતિમાં દિલ્હી જેવી સ્થિતિ ઉત્પન્ન થાય તો નવાઈ પામવા જેવું નથી. એમાં BJP સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈ આવી હતી, પરંતુ એણે સત્તાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. ત્યાર બાદ ખ્ખ્ભ્એ કૉન્ગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી જે અલ્પજીવી નીવડી હતી.

અન્ય એક શક્યતા નકારી શકાય એમ નથી જેમાં ત્રણ મુખ્ય પક્ષો શિવસેના, કૉન્ગ્રેસ અને NCP દ્વારા BJPને એકલી પાડીને સરકાર બને. ફ્ઘ્ભ્ના પ્રમુખ શરદ પવાર આ પૂર્વે જ ઘોષણા કરી ચૂક્યા છે કે તેઓ BJP વગરનો ફ્રન્ટ રચવા માગે છે. આ સંદર્ભે NCP શિવસેનાને સરકાર રચવા માટે ટેકો આપે તથા એ જ પ્રમાણે કૉન્ગ્રેસ બહારથી ટેકો આપે અને આમ રાજ્યમાં રાજકીય ‘સ્થિરતા’ જળવાઈ રહે.  એક્ઝિટ પોલનાં તારણો બાદ શિવસેનાનું BJP પ્રત્યે કૂણું વલણ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવવાની શક્યતાને પગલે હવે શિવસેનાએ BJP પ્રત્યે કૂણું વલણ હોવાનો સંકેત આપ્યો છે.BJP પ્રત્યે કૂણું વલણ દર્શાવતાં શિવસેનાએ ગઈ કાલે એના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખ્યું હતું કે ‘હવે દલીલો કે કડવાશને કોઈ સ્થાન નથી. દિલ તૂટી ગયાં છે. તૂટેલાં હૃદય જોડવાં મુશ્કેલ છે. એમ છતાં મહારાષ્ટ્રમાં અમને સ્થિરતા અને શાંતિ જોઈએ છે. હવે મતગણતરીના દિવસ સુધી રાહ જોવી જ યોગ્ય રહેશે.’એક્ઝિટ પોલ પર પણ પ્રહાર કરતાં એમાં કહેવામાં આવ્યું હતું કે ‘કેટલાક હજાર લોકો સાથે વાત કર્યા બાદ આખી ચૂંટણી વિશે એક્ઝિટ પોલનાં તારણ આપવાં એ મતદારોનું અપમાન છે, પણ મીડિયા પોતાનાં પેટ ભરવા આવું કરી રહી છે. અમને અમારા લોકો પર વિશ્વાસ છે. ૧૯ ઑક્ટોબરે મહારાષ્ટ્રમાં ભગવો લહેરાશે.’