Maharashtra Corona Updates: પોઝિટીવ કેસની સંખ્યા પહોંચી 64 પર

21 March, 2020 02:50 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Corona Updates: પોઝિટીવ કેસની સંખ્યા પહોંચી 64 પર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ તોપે પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસ પૉઝિટીવ દરદીઓની સંખ્યા વધીને 64 સુધી પહોંચી ગઈ છે, સતત વધતાં કેસને જોતાં કહી શકાય કે દેશના આ રાજ્યમાં સ્થિતિ ભયાવહ થતી જાય છે. બધાંને અપીલ છે કે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે સામાજિક સંપર્ક ટાળવો. નાગપુર નગર નિગમ આયુક્ત તુકારામ મુંડેએ સ્થિતિની સમીક્ષા કરવા માટે શહેરના બજારના વિસ્તારમાં વિઝિટ કરી. શહેરમાં જરૂરી સેવાઓ આપનારી દુકાનો સિવાય અન્ય દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને લડવા માટે બધાંને બિનજરૂરી પ્રવાસ કરવાથી બચવું એ સરકારની સલાહને ધ્યાનમાં રાખી જોઇએ તો મુંબઇમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિર સામાન્યથી પણ ઓછી દેખાય છે.

નાગપુર નગર નિગમે આઇસોલેશન કેન્દ્રોની બહાર વાહનોના આવાગમનને પ્રતિબંધિત કરવાનો આદેશ આપ્યો છે.
આઇસોલેશન માટે 250થી વધારે બેડ છે અને રાજ્યના હૉસ્પિટલમાં 7000થી વધારે સામાન્ય બેડ છે. સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ તોપે પ્રમાણે સકારાત્મક કેસની સંખ્યામાં એક દિવસમાં 11 દરદીઓમાં વધારો થયો છે. આમાં વિદેશ યાત્રા કરનારા આઠ વ્યક્તિ સામેલ છે અને તેમના સંપર્કમાં આવ્યા પછી વધુ ત્રણ લોકો સંક્રમિત થઈ ગયા.

મહારાષ્ટ્ર સરકાર કોરોના વાયરસના પ્રસારને ઘટાડવા માટે, સરકારી કાર્યાલયોમાં એર કન્ડીશનરના ઉપયોગ વિશે એક પરિપત્ર જાહેર કરવા કહ્યું છે કે કાર્યાલયોમાં તેનો પ્રયોગ ઘટાડવો અને જો આવશ્યકતા ન હોય તો બંધ રાખવા. નોંધનીય છે કે શનિવારે મહારાષ્ટ્રમાં પુણેના જિલ્લા મેજિસ્ટ્રેટ નવલ કે રામએ પણ પુણેમાં બે અને કોરોના પૉઝિટીવ દરદીઓની પુષ્ટી કરી વાત જણાવી. તેના પછી પુણેમાં દરદીઓની સંખ્યા વધીને 23 પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સતત વધતા કોરોનાના પૉઝિટીવ દરદીઓની સંખ્યાના કારણે લોકોમાં ભયનો માહોલ છે, જેના કારણે લોકો અહીંથી પલાયન કરવા લાગ્યા છે. દરમિયાન શુક્રવારે રાતે મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો. ભીડને નિયંત્રિત કરવા રેલવે સુરક્ષા દળને ખૂબ જ મહેનત કરવી પડી.

maharashtra covid19 national news coronavirus