સિંચાઈ ગોટાળોઃ ફડણવીસે અજીત પવાર,તટકર સામે આપ્યો તપાસનો આદેશ

12 December, 2014 10:27 AM IST  | 

સિંચાઈ ગોટાળોઃ ફડણવીસે અજીત પવાર,તટકર સામે આપ્યો તપાસનો આદેશ


મુંબઈ,તા 12 ડિસેમ્બર

આ પ્રસ્તાવ એન્ટી કરપ્શન બ્યુરોએ તૈયાર કરી છે.ફડણવીસે આ અંગે મહારાષ્ટ્ર વિધાનસભામાં જાહેરાત કરી હતી.મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના સામેલ થઈ જવાથી ફડણવીસ સરકાર રાંકાપા નેતાઓ સામે તપાસની અનુમતિ આપવા નિર્ણય કરી શરી છે,કારણ કે રાકાંપા રાજ્યમાં ભાજપાને બહારથી સમર્થન આપવા માટે તૈયાર હતી.હવે ભાજપાને રાકાંપાના સમર્થનની જરૂર નથી.

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સમયે એસીબીએ તપાસ કરવા માટે પ્રસ્તાવ તૈયાર કર્યો હતો.રાજ્યમાં સરકાર બન્યા બાદ તપાસ સંબંધીત ફાઈલ મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલવામાં આવી હતી.ગૃહ મંત્રાલય પહેલા જ તપાસની અનુમતિ આપી ચુક્યુ છે.મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાકાંપાના શાસન દરમ્યાન અજીત પવાર અને તટકરે જળ સંસાધન વિભારના પ્રભારી હતા.વિપક્ષમાં રહેતા ભાજપે 70 હજાર કરોડ રૂપિયાના સિંચાઈ ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.