મહારાષ્ટ્રમાં ૬૨.૪૯ ટકા અને મુંબઈમાં ૫૨.૯૦ ટકા મતદાન

15 October, 2014 03:48 AM IST  | 

મહારાષ્ટ્રમાં ૬૨.૪૯ ટકા અને મુંબઈમાં ૫૨.૯૦ ટકા મતદાન





મતદાન મોટા ભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું. ૨૦૦૯માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૫૯.૪૯ ટકા મતદાન થયું હતું, પણ લોકસભાની ચૂંટણી વખતે મતદાનની ટકાવારી ૬૦.૩૨ ટકા રહી હતી. આમ આ વખતે મતદાનનો આંકડો વધ્યો છે. વધારે થયેલું મતદાન કોને ફાયદેમંદ સાબિત થશે એ તો રિઝલ્ટ્સ આવશે ત્યારે ખબર પડશે. ૧૫ દિવસ ચાલેલા રાજકીય ડ્રામા બાદ રવિવારે જાહેર થનારાં રિઝલ્ટ્સ પર મહારાષ્ટ્ર જ નહીં પણ દેશની નજર છે.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો


તળ મુંબઈમાં ૧૦ સીટ પર ૫૫.૧૦ ટકા અને ઉપનગર જિલ્લામાં ૨૬ સીટ પર ૫૦.૭૫ ટકા મતદાન થયું હતું. આમ આખા મુંબઈની ૩૬ સીટ પર ૫૨.૯૦ ટકા મતદાન થયું હતું.

ચાર મહિના પહેલાં થયેલી લોકસભાની ચૂંટણી વખતે જે રીતે મતદારો બહાર નીકળ્યા હતા એવો ધસારો ગઈ કાલે જોવા મળ્યો નહોતો અને સવારના ભાગમાં મતદાન એકદમ ધીમું હતું.

ઑક્ટોબર હીટને કારણે સવારે ઘરની બહાર ન નીકળેલા મતદારો બપોર બાદ બહાર આવ્યા હતા અને એથી મતદાનનો આંકડો વધ્યો હતો. મુંબઈ અને થાણેને બાદ કરતાં રાજ્યના બાકીના ભાગમાં મતદાનનો ઉત્સાહ જોવા મળતો હતો. કર્જત તાલુકાના ગુઢવળ ગામમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૯૨ ટકા મતદાન નોંધાયું હતું.

ગડચિરોલીમાં ગોળીબાર


મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા સીટો પર ગઈ કાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂરું થયું હતું. જોકે ગડચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓએ લૅન્ડમાઇનનો બ્લાસ્ટ કરતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ર્ફોસનો એક જવાન ઘાયલ થયો હતો અને તડપલ્લીનાં જંગલોમાં નક્સલવાદીઓએ ચૂંટણીસ્ટાફ પર ગોળીબાર કર્યો હતો. ઘાયલ જવાનને હેલિકૉપ્ટર દ્વારા નાગપુર મોકલવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને કારણે ચૂંટણી-પ્રક્રિયા પર અસર પડી નહોતી.

મુંબઈની ૩૬ સીટો પર મતદાન

મતદારસંઘ

૨૦૦૯

૨૦૧૪

બોરીવલી

૪૮.૩૧

૫૫.૪૪

દહિસર

૪૭.૬૯

૫૦.૬૮

માગાથાણે

૫૪.૧૨

૪૯.૮૦

મુલુંડ

૪૯.૫૬

૫૭.૧૭

વિક્રોલી

૫૨.૪૨

૪૯.૮૮

ભાંડુપ (વેસ્ટ)

૫૨.૪૪

૫૬.૯૬

જોગેશ્વરી (ઈસ્ટ)

૫૧.૬૪

૫૭.૧૫

દિંડોશી

૫૧.૬૪

૫૪.૪૭

કાંદિવલી (ઈસ્ટ)

૪૫.૯૦

૫૫.૪૧

ચારકોપ

૪૪.૪૬

૪૮.૮૯

મલાડ (વેસ્ટ)

૪૨.૫૬

૫૧.૬૮

ગોરેગામ

૪૮.૦૦

૪૯.૧૫

વસોર્વા

૩૯.૯૫

૪૦.૩૩

અંધેરી (વેસ્ટ)

૪૨.૩૩

૪૭.૫૯

અંધેરી (ઈસ્ટ)

૪૯.૭૦

૫૬.૦૨

વિલે પાર્લે

૪૭.૯૬

૫૪.૫૫

ચાંદિવલી

૪૩.૪૪

૪૩.૩૪

ઘાટકોપર (વેસ્ટ)

૪૬.૭૯

૪૫.૭૭

ઘાટકોપર (ઈસ્ટ)

૫૧.૫૫

૫૭.૦૩

માનખુર્દ શિવાજીનગર

૪૨.૧૭

૪૧.૮૦

અણુશક્તિ નગર

૪૬.૧૩

૪૩.૫૭

ચેમ્બુર

૪૮.૯૭

૪૯.૬૬

કુર્લા

૪૨.૫૩

૪૮.૧૦

કાલિના

૪૫.૫૧

૫૨.૨૦

બાંદરા (ઈસ્ટ)

૪૫.૭૪

૪૯.૬૭

બાંદરા (વેસ્ટ)

૪૩.૦૫

૫૩.૧૫

ધારાવી

૩૯.૨૬

૫૩.૫૦

સાયન-કોલીવાડા

૪૦.૧૯

૫૩.૫૦

વડાલા

૪૬.૨૭

૫૯.૬૦

માહિમ

૫૦.૪૦

૫૯.૫૦

વરલી

૪૮.૮૬

૫૫.૬૦

શિવડી

૫૨.૫૪

૫૪.૨૦

ભાયખલા

૪૨.૮૨

૫૫.૧૦

મલબાર હિલ

૪૫.૨૬

૫૩.૩૪

મુંબાદેવી

૩૭.૦૨

૫૯.૨૦

કોલાબા

૩૫.૮૬

૪૭.૫૯

 

થાણે-પાલઘરની ૨૪ સીટો પર મતદાન

મતદારસંઘ

૨૦૦૯

૨૦૧૪

દહાણુ

૫૫.૯૮

૫૪.૨૮

વિક્રમગડ

૬૧.૩૧

૫૯.૦૦

પાલઘર

૫૬.૪૩

૬૫.૭૦

બોઇસર

૫૬.૬૪

૬૫.૦૦

નાલાસોપારા

૪૮.૦૬

૫૭.૦૬

વસઈ

૫૯.૧૫

૬૦.૦૦

ભિવંડી-ગ્રામીણ

૫૬.૬૬

૬૫.૫૦

શહાપુર

૬૫.૦૧