મૅગીને આળસુ માતાઓ પસંદ કરે છે : ઇન્દોરનાં મહિલા વિધાનસભ્ય ઉષા ઠાકુર

08 June, 2015 04:15 AM IST  | 

મૅગીને આળસુ માતાઓ પસંદ કરે છે : ઇન્દોરનાં મહિલા વિધાનસભ્ય ઉષા ઠાકુર


અમારી પેઢીની માતાઓ અમને ઘરે બનાવેલાં પરાઠાં, હલવો અને સેવૈયા ખવડાવતી હતી. સરકારે મૅગી પર મૂકેલો પ્રતિબંધ યોગ્ય છે.’ ઉષા ઠાકુરના આ નિવેદનનો કૉન્ગ્રેસે વિરોધ કરતાં જણાવ્યું છે કે ઉષાએ માતાઓનું અપમાન કર્યું છે, જ્યારે ગ્થ્ભ્નાં નેતા અને ભૂતપૂર્વ પોલીસ-અધિકારી કિરણ બેદીએ કહ્યું છે કે ‘આ પ્રશ્ન આળસુ માતાઓનો નથી, પરંતુ જલદીથી પીરસાઈ શકે એવા ખાદ્ય પદાર્થનો છે, કારણ કે માતાઓએ ઘણી જવાબદારી નિભાવવાની હોય છે, એથી તેઓ કોઈ ફાસ્ટ ફૂડ શોધી રહી હોય છે. મૅગી એક ફાસ્ટ ફૂડ હતું, પરંતુ એ આરોગ્યપ્રદ નહોતી. આજકાલ ઘણા લોકો ફાસ્ટ ફૂડ તરફ આકર્ષાય છે, કારણ કે સમયનું મહત્વ વધી ગયું છે.’