ભગવદ્ ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નહીં…: મદ્રાસ હાઈ કોર્ટે કેસમાં સરકારની અરજી ફગાવી

23 December, 2025 06:00 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

સુનાવણી દરમિયાન, કેન્દ્રએ દલીલ કરી હતી કે ટ્રસ્ટનું પ્રાથમિક કાર્ય ભગવદ્ ગીતા શીખવવાનું હતું, જે તેને ધાર્મિક સંગઠન બનાવે છે. પરંતુ ન્યાયાધીશ સ્વામિનાથને તેનો વિરોધ કર્યો, અને કહ્યું કે ભગવદ્ ગીતાને ધાર્મિક ગ્રંથ તરીકે ન જોવી જોઈએ.

મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશ જી. આર. સ્વામિનાથ અને ભગવદ્ ગીતા

મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશ જી.આર. સ્વામિનાથને ભગવદ્ ગીતાને ‘ધાર્મિક પુસ્તક’ નહીં પણ ‘નૈતિક વિજ્ઞાન’ ( (Moral science) કહીં વર્ણવ્યું હતું. તેમણે કેન્દ્રને FCRA (વિદેશી યોગદાન નિયમન અધિનિયમ) હેઠળ નોંધણી માટે આર્શ વિદ્યા પરંપરા ટ્રસ્ટની અરજી પર પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો. આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રસ્ટે વિદેશી ભંડોળ મેળવવાની પરવાનગી નકારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકાર્યો હતો. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ટ્રસ્ટને સંસ્થા ધાર્મિક દેખાતી હતી તે માટે પરવાનગી વિના વિદેશી ભંડોળ મળ્યું હતું. જોકે, ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે એક બિન-ધાર્મિક શૈક્ષણિક સંસ્થા છે જે ભગવદ્ ગીતા, હઠયોગ, યોગ ફિલોસોફી અને પ્રાચીન હસ્તપ્રતોના સંરક્ષણનું કામ કરે છે.

સુનાવણી દરમિયાન, કેન્દ્રએ દલીલ કરી હતી કે ટ્રસ્ટનું પ્રાથમિક કાર્ય ભગવદ્ ગીતા શીખવવાનું હતું, જે તેને ધાર્મિક સંગઠન બનાવે છે. પરંતુ ન્યાયાધીશ સ્વામિનાથને તેનો વિરોધ કર્યો, અને કહ્યું કે ભગવદ્ ગીતાને ધાર્મિક ગ્રંથ તરીકે ન જોવી જોઈએ. તેમણે તેને ‘નૈતિક વિજ્ઞાન’ તરીકે વર્ણવ્યું અને કહ્યું કે તે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે, જે કોઈ એક ધર્મ સુધી મર્યાદિત ન હોઈ શકે. તેમણે ભારતીય બંધારણના અનુચ્છેદ 51-A(b) અને 51-A(f) નો ઉલ્લેખ કર્યો, જે નાગરિકોને રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના આદર્શોને સ્વીકારવા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે આહ્વાન કરે છે. ન્યાયાધીશે જણાવ્યું કે ભગવદ્ ગીતાનો હેતુ ફક્ત ધાર્મિક નથી, પરંતુ તે ભારતીય સભ્યતાનો એક ભાગ છે અને તેને બધા માટે પ્રેરણાનો સ્ત્રોત માનવો જોઈએ.

વધુમાં, ન્યાયાધીશે એમ પણ કહ્યું કે વેદાંત અને યોગનું શિક્ષણ ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ નહીં, કારણ કે યોગ એ શારીરિક અને માનસિક સુખાકારી સાથે જોડાયેલો સાર્વત્રિક અનુભવ છે. આ કિસ્સામાં, કેન્દ્ર સરકારે ટ્રસ્ટની અરજીને નકારી કાઢી હતી, એમ કહીને કે ટ્રસ્ટનું કાર્ય ધાર્મિક હતું અને તેને વિદેશી યોગદાન પ્રાપ્ત કરવાની પરવાનગી નથી. જોકે, ટ્રસ્ટે જણાવ્યું હતું કે તેની પ્રવૃત્તિઓ બિન-ધાર્મિક છે અને આવકવેરા વિભાગમાં પહેલાથી જ નોંધાયેલ છે. કોર્ટે જોયું કે સરકારે ટ્રસ્ટને ન્યાયી સુનાવણી પૂરી પાડી ન હતી અને સરકારના આદેશમાં સ્પષ્ટતાનો અભાવ હતો. ત્યારબાદ કોર્ટે કેન્દ્ર સરકારને ટ્રસ્ટની અરજી પર પુનર્વિચાર કરવા અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવાનો આદેશ આપ્યો. આ નિર્ણય બાદ, કેન્દ્ર સરકારને ટ્રસ્ટ સાથેના આ મામલા પર યોગ્ય રીતે પુનર્વિચાર કરવાનો આદેશ આપવામાં આવ્યો. કોર્ટે જણાવ્યું હતું કે ટ્રસ્ટ તરફથી પ્રતિભાવ મળ્યા પછી જ કેન્દ્ર સરકારે નવો આદેશ જાહેર કરવો જોઈએ. જેથી મદ્રાસ હાઈ કોર્ટે ભગવદ્ ગીતાને ;નૈતિક વિજ્ઞાન’ ગણાવી, ટ્રસ્ટની FCRA અરજી પર પુનર્વિચાર કરવા કેન્દ્રને આદેશ આપ્યો છે.

chennai hinduism indian government national news india